સ્ટેટીન્સ શું છે?: સ્ટેટીન્સ કોલેસ્ટેરોલના સ્તરને નીચું લાવનારી દવાઓ છે. જ્યારે આહાર અને કસરત કોલેસ્ટેરોલને પૂરતા પ્રમાણમાં નીચે આણવામાં નિષ્ફળ જાય છે ત્યારે સ્ટેટીન્સ જૂથની દવાઓ ધાર્યું પરિણામ મેળવવામાં મદદરૂપ બને છે. હાલમાં ભારતમાં ઘણી કંપનીઓ કોલેસ્ટેરોલ ઓછું રાખી શકાય તેવા પ્રકારની દવાઓ બનાવે છે. સ્ટેટીન્સ દવા સમૂહમાં એટોરવાસ્ટેટીન, રોસુવાસ્ટેટીન, લોવાસ્ટેટીન, પ્રાવાસ્ટેટીન અને સીમવાસ્ટેટીનનો સમાવેશ થાય છે.
ઉપયોગ :
કોલેસ્ટેરોલના સ્તરને નીચું લાવવા તેમજ હૃદયરોગના હુમલાના જોખમને નિવારવા આ દવાઓ વપરાય છે. સ્ટેટીન્સથી હૃદયના કોષોને બીમારીથી રક્ષણ મળે છે.
કેવી રીતે કાર્ય કરે છે?: કોલેસ્ટેરોલ એક પ્રકારની ચરબી છે. તેની શરીર પર ખરાબ અને સારી એમ બંને અસરો થાય છે. તમારું શરીર કોલેસ્ટેરોલનો ઉપયોગ હોર્મોન્સ બનાવવા અને નસના કોષોની જાળવણી માટે કરે છે. જો કે જ્યારે તમારા શરીરમાં કોલેસ્ટેરોલ વધી જાય, ત્યારે ચરબીના સંગ્રહ કરનાર પ્લેક (Plaque) રક્તવાહિનીના કોષોમાં જગ્યા બનાવે છે.
રક્તવાહિનીની દીવાલો જાડી થાય ત્યારે સ્વાભાવિક રીતે જ એ સાંકડી બને છે. આ સ્થિતિને એથેરોસ્લ્કલેરોસિસ (atherosclerosis) કહેવામાં આવે છે, જે રક્તવાહિનીઓમાંથી રક્તના પ્રવાહને ઓછો કરે છે જેથી હૃદયરોગ તથા હાર્ટએટેકના હુમલાની શક્યતા વધી જાય છે.
સ્ટેટીન્સ દવાઓ કોલેસ્ટેરોલ બનાવતી એન્ઝાઇમ (enzyme) પ્રક્રિયાને બંધ કરે છે, જેથી કોલેસ્ટેરોલનું ઉત્પાદન ઓછું થાય છે. સ્ટેટીન્સ ખરાબ કોલેસ્ટેરોલ (LDL)- અને રક્તની અંદર ટ્રાઇગ્લાયરાઇÍડ (triglycerides)ની માત્રા ઘટાડે છે.સ્ટેટીન્સ રક્તમાં રહેલા (LDL) કોલેસ્ટેરોલને દૂર કરવા યકૃત (લીવર)ની શક્તિ વધારે છે. તાજેતરમાં થયેલાં સંશોધનો દર્શાવે છે કે રક્તવાહિનીઓની દિવાલોને સ્ટેટીન્સ મજબૂત કરે છે.
આડઅસર થાય ખરી?: નીચેની અસરો થાય તો ડોક્ટરને બતાવવું:
‘ સ્નાયુની અશક્તિ, દુખાવો અથવા નબળાઇ.‘ કોઇક વાર લીવર ટેસ્ટમાં ફેરફાર આવે, જે સ્ટેટીન્સ બંધ કરવાથી સુધારી શકે છે.‘ મૂત્રના રંગમાં ફેરફાર (ખૂબ પીળો અથવા છીકણી રંગનો પેશાબ).
સામાન્ય રીતે સ્ટેટીન્સથી કોઇ પણ જાતનું નુકસાન થતું નથી. સ્ટેટીન્સ લેવાથી ફાયદાઓ આટલા બધા થાય છે કે અમુક હૃદયરોગ નિષ્ણાત કોલેસ્ટેરોલની માત્રા બરોબર હોય તો પણ હૃદયરોગના બીજાં જોખમો હોય તેવા દર્દીઓને સ્ટેટીન્સ લેવાની સલાહ આપે છે.તમે જો કોલેસ્ટેરોલ ઓછો કરવાની દવા નિયમિત લેતા હો તો તમારે તમારા ડોક્ટરની મુલાકાત નિયમિત લેવી જ જોઇએ.
જ્યારે તમે સ્ટેટીન્સ લેતા હો ત્યારે તમારે રક્તપરીક્ષણ પણ કરાવવું પડે. તેમાં લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ અને લીવરની (કાળજાની) તંદુરસ્તી માટે તપાસ કરવામાં આવશે. એથી તમારા લીવર ઉપર કોઇ આડઅસર થાય છે કે નહીં તે જાણી શકાય.સ્ટેટીન્સ લેવાની શરૂઆત કર્યાના થોડાક અઠવાડિયાં પછી સ્ટેટીન્સથી થતાં પરિણામો જોવા મળશે. આ દવાઓ તમારા ડોક્ટરની સૂચના મુજબ જ લેશો. જો તમારું વજન વધારે હોય તો એ ઘટાડવું આવશ્યક છે.

No comments:
Post a Comment