• ભીના વાળને ઓળતા સમયે મોટા દાંતાવાળો કાંસકો જ વાપરો. ભીના વાળ વધુ ખેંચાય છે અને ઝીણા દાંતાવાળા બ્રશ કે કાંસકા વાળને ખેંચીને નબળા કરી દે છે. વાળ ધોતા પહેલા જ કાંસકો ફેરવી લો.
• જેમના વાળ ઘાટા છે તેઓએ પહોળા દાંતાવાળો કાંસકો જ વાપરવો હિતાવહ છે. યાદ રાખો તમારો કાંસકો એવો હોવો જોઈએ જે વાળને તોડ્યા વગર જ ઘૂંચ કાઢે અને વાળને બે મોઢાવાળા થતા અટકાવે. • દર 6થી 8 અઠવાડિયે વાળને ટ્રિમ કરતા રહો જેથી તે સ્વસ્થ રહે.
• હેર ડ્રાયર અને હોટ રોલર્સનો વારંવારે ઉપયોગ ટાળો. જો તમે વાળને કર્લ ન કરતાં હોવ તો તેને ઠંડી હવામાં જ સૂકાવા દો. ગરમ હવા વાળને રૂક્ષ કરી દે છે તેથી તે છૂટા પડી જાય છે.
• વાળમાં એવા રબરબેન્ડ કે ક્લિપ ના નાંખો જેને કાઢતી વખતે તમારા પણ ખેંચાઈને તૂટી જાય.
No comments:
Post a Comment