Friday, 26 August 2011

ખુશ્બુ ઘટાડશે ભોજનમાં નમક..




ભોજનમાં મીઠું વધારે પડી ગયું હોય ત્યારે કામચલાઉ નુસ્ખા અજમાવીને આપણે મીઠાના સ્વાદને ઓછો કરવાના પ્રયત્નો કરતા જ હોઇએ છીએ. હવે વૈજ્ઞાનિકોએ ભોજનમાં મીઠું વધારે પડી જાય તો તેને ઓછું કરવાની નવી રીત શોધી છે. જે થશે ભોજનમાં કેટલીક 'નિશ્ચિત સુંગધ'ના ઉપયોગથી. ભોજનમાં મીઠાના વધારે પડતા ઉપયોગથી હાઇ બ્લડ પ્રેશર અને હ્રદયની બિમારીઓ થવાની આશંકા રહે છે. રિસર્ચર્સે એવી 14ખુશ્બુઓને શોધી છે જેના પ્રયોગથી ભોજનમાં નમકીનની ખુશ્બુ આવશે અને તેનાથી ભોજનમાં ચોથા ભાગનું મીઠુ ઓછું કરવામાં સહાયતા મળશે.

રિસર્ચ ટીમના લીડર બરગંડી યુનિવર્સિટી (ફ્રાંસ) ના થિયરે થામસ ડાંગ્વિને કહ્યું છે કે 'અમારા અધ્યયનમાં આ વાત સામે આવી છે કે ભોજનમાં સાર્ડિનનો પ્રયોગ વધારવાથી નમક જેવો સ્વાદ વધારી શકાય છે.'

'ધ ટેલિગ્રાફ'ના જણાવ્યા અનુસાર પેક્ડ ફૂડ પદાર્થોમાં ઉપભોક્તાઓને આકર્ષિત કરવા માટે વધારે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રિટનની એક એજન્સીના જણાવ્યા પ્રમાણે દરરોજ વધારેમાં વધારે છ ગ્રામ મીઠાનો ઉપયોગ પ્રતિ વર્ષ 20, 000 જેટલા કમોતને રોકવામાં આવે છે.

No comments:

Post a Comment