Tuesday, 30 August 2011

ઓવર હાઈજેનિક લાઈફ સ્ટાઈલથી પણ બાળકોને નુકસાન થઈ શકે




આધુનિક સમયમાં બદલાતી લાઈફ સ્ટાઈલ વચ્ચે લોકો આરોગ્યને લઈને પણ ખૂબ જ સાવધાન થઈ ગયા છે. આવી સ્થિતિમાં માતા-પિતા અને વાલીઓ બાળકોને લઈને ખૂબ જ સાવધાની રાખે છે. બાળકોને હાઈજેનિંક ફૂડ આપવામાં આવે તે  બાબત ઉપર ધ્યાન આપે છે. પરંતુ તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓવર હાઈજેનિંક લાઈફ સ્ટાઈલથી પણ બાળકોને ભારે નુકસાન થઈ શકે છે. એક ભારતીય સંશોધકે પોતાના અભ્યાસમાં કહ્યું છે કે અગાઉની પેઢીના માતા-પિતા હાઈજેનિંક લાઈફ સ્ટાઈલને લઈને વધારે ધ્યાન આપતા ન હતા. જેના કારણે તેમના બાળકોને ધૂળ અને પ્રદૂષણનો સામનો કરવાની ક્ષમતા અને ટેવ હતી. પરંતુ હવે બાળકોને માતા-પિતા પહેલાંથી જ હાઈજેનિંક લાઈફ સ્ટાઈલ અપનાવવા માટે કહે છે. જેના કારણે ઓવર હાઈજેનિંક લાઈફ સ્ટાઈલ થઈ જાય છે. આ જ કારણસર બાળકો ધૂળ અને પ્રદૂષણની સ્થિતિમાં આવતાની સાથે બીમાર થઈ જાય છે. આટલામાં ઓછું હોય તેમ આવા બાળકો દૂધ અને બ્રેડ જેવી દરરોજ ઉપયોગ કરવામાં આવતી ચીજવસ્તુઓથી પણ ઇન્ફેક્શન થવા લાગે છે. આ અભ્યાસના મુખ્ય સંશોધક ગ્રેટ આર્મડ હોસ્પિટલ લંડનના એક તબીબનું કહેવું છે કે ઇન્ફેક્શનનો શિકાર થયેલા લોકોને લઈને અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અભ્યાસ બાદ જાણવા મળ્યું કે મોટાભાગના બાળકોને દૂધ, બ્રેડ, ઇંડા અને ફૂટથી પણ ઇન્ફેક્શનની સ્થિતિ થઈ હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે આધુનિક સમયના બાળકોમાં ફૂડ એલર્જી સામાન્ય બાબત બની ચૂકી છે. આનું મુખ્ય કારણ ઓવર હાઈજેનિંગ લાઈફ સ્ટાઈલમાં રાખવાનું છે. જેથી બાળકોની અંદર રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા પ્રયાસ કરવામાં આવે તે અતિ જરૂરી છે. આ અભ્યાસના તારણો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે કારણ કે બાળકોમાં ફૂડ એલર્જીની સમસ્યા વધી રહી છે જે ઘાતક સાબિત થઈ શકે છે.

No comments:

Post a Comment