આખી જીંદગી તમારી ચામડીને કરચલી વગરની સુંવાળી અને ચમકદાર રાખવા માટે આટલા ઉપાયો કરો.
૧. સ્નાન કરો ઃ શરીરને એલર્જી કરે અથવા તો સુકી કરી નાખે તેવો સાબુ, શેમ્પુ કે લોશન વાપરશો નહીં અને દેખાવ સુગંધ જોઇને વારેવારે શેમ્પુ, લોશન કે સાબુ બદલશો નહીં. દિવસમાં બે વાર સ્નાન કરશો. આખો દિવસ બહાર રહ્યા હો કે બહારગામથી આવ્યા હોય ત્યારે ખાસ સ્નાન કરવાનું ભૂલતા નહીં.
૨. ટેરીલીન અને સિન્થેટીકના કપડા ના પહેરશો ઃ ચોળાય નહીં અને તેની ઈસ્ત્રી બગડે નહીં માટે એના એ પહેરશો નહીં. કોટનના અન્ડરવેરનો ઉપયોગ કરશો. બહારના કપડા પણ કોટનના પહેરશો જેથી ચામડીને કોઇ ચેપ લાગે નહીં અને ખરજવું કે બીજા કોઇ ચામડીના રોગ થાય નહીં.
૩. નખ ઃ નિયમિત કાપશો. નહીં તો ખંજવાળશો ત્યારે ચામડી તુટી જશે અને ચેપ લાગશે.
૪. માલીશ કરો ઃ ઉનાળામાં અને ભેજવાળી ૠતુમાં ચામડીને માલીશ કરવા ઘરમાં બનાવી શકો તેવું સસ્તું મોઇશ્ચરાઇઝર આ રીતે બનાવો. ૧૦૦ મી.લી. ગુલાબજળમાં એક ચમચી (૫ મી.લી.) જેટલું ગ્લીસરીન નાખી અને બાટલીમાં ભરી રાખો. દિવસમાં ત્રણ વખત આખા શરીરની ચામડીને માલીસ કરો. શિયાળામાં ઓલીવ ઓઇલ / તલનું તેલ / સરસીયું - ગમે તે તેલનું માલીસ કરો. શિયાળામાં માલીસ કર્યા પછી કલાક પછી સ્નાન કરો. ઉનાળામાં સ્નાન કર્યા પછી ગ્લીસરીનવાળા ગુલાબજળની માલીશ કરો. ચામડી સુકી રહેતી હોય તો બે વખત માલીશ કરો.
૫. યોગ્ય ખોરાક ખાઓ. ચામડીને અંદરથી પોષણ મળે માટે ગાજર ઃ એ. ગાજરની સિઝન વખતે રોજ ગાજરનો રસ પીઓ. આ સિવાય ગાજર ના મળે તો પાલખનો રસ પણ પીઓ. આ બન્નેમાં કેરોટીન છે જેનું શરીરમાં વિટામીન એ-માં રૂપાંતર થાય છે જે ચામડીને ચમકતી રાખે છે. જેની ચામડી સુકી હોય તેણે આ ખાસ કરવું.
બી. લીલી ચા (ગ્રીન ઓર્ગેનીક ટી) રોજ ખાંડ કે દૂધ વગરની સવારે ને બપોરે ખાસ પીઓ. આનાથી ચામડી ફાટી ગઇ હશે તો રૂઝ જલદી આવશે. સોજો આવશે નહીં. તડકાની અસર ચામડી પર થાય (સનબર્ન) તે રોકશે. અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ચામડીનું રક્ષણ કરશે જેથી ચામડીનું કેન્સર નહીં થાય.
સી. બદામ રોજ ૧૦ દાણા ખાઓ. આનાથી ચામડી સુંવાળી અને ચમકદાર રહેશે. બદામમાં વિટામીન ઇ આવે છે જે શ્રેષ્ઠ એન્ટી ઓક્સીડંટ છે. રોસેશીઆ અને એક્સીમા- બન્ને ચામડીના રોગ છે તે થતા અટકશે.
ડી. પાણી- ચોક્ખું પાણી રોજ ૧૦થી ૧૨ ગ્લાસ પીવાથી તમારી ચામડી સ્નિગ્ધ - સુંવાળી અને ચમકતી રહેશે. શરીરમાંના ઝેરી પદાર્થો (ટોકસીન) કાઢી નાખવાનું કામ પાણી કરશે. પાણી વધારે પીવાથી પરસેવો થશે જેનાથી પણ ચામડી સ્નિગ્ધ રહેશે.
૬. કસરત કરવી પડશે
નિયમત કસરત કરવાથી શરીરના બધા અંગોને અને ખાસ કરીને ચામડીને પૂરતા પ્રમાણમાં લોહી એટલે ઓક્સીજન અને પૌષ્ટીક પદાર્થો પુરતા પ્રમાણમાં મળશે અને આજીવનતમારી ચામડી સરસ, સ્નિગ્ધ, સુંવાળી અને ચમકદાર રહેશે.

No comments:
Post a Comment