* પ્રશ્ન : મારા દીકરાને ઘણી બધી વસ્તુઓની એલર્જી છે. હું શું વાપરું? તેના માટે શેનો ઉપયોગ કરી શકું?
તમારે હંમેશાં બાળકો માટેના લોશનનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક તત્ત્વોનો ઉપયોગ કરવો હંમેશાં સારો. બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ આ પ્રકારનાં ઉત્પાદનોનો ઉપયોગ ચાલુ રાખવો સારો રહે છે. એક વાતનો હંમેશાં ખ્યાલ રાખો કે બાળક જેમ મોટું થાય છે તેમ તેના શરીરમાં રાસાયણિક ફેરફાર નોંધાય છે તેથી તેમની ત્વચાને અનુસાર લોશનનો ઉપયોગ કરવો જોઈએ. એક વાતનું અચૂક ધ્યાન રાખો કે તમે જે સનસ્ક્રીન લોશન વાપરો છો તે ખાસ બાળકો માટે જ બનાવેલાં હોય. જો તમે તેલ વાપરવા જઈ રહ્યા હો તો એ નૈર્સિગક તત્ત્વોથી સભર હોય તેની કાળજી રાખો. નવજાત શિશુ પર ક્યારેય બેક્ટેરિયલ સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. તેલની વાત આવે ત્યારે પ્રાકૃતિક તત્ત્વોથી સભર તેલ વાપરવાનું રાખો. સાબુમાં ઓલિવ, નાળિયેર અને પાલ્મના તેલનો ઉપયોગ થયો હોય તેવા સાબુ વાપરવાના રાખો. બાળકની કુમળી ત્વચા પર તેનો ઉપયોગ સારો રહે છે. ત્વચાની મુલાયમતા અને નૈર્સિગકતાને જાળવી રાખવામાં તે મદદ કરે છે. બાળકોનાં કપડાં માટે વોશિંગ પાવડર પર પણ ધ્યાન આપવું જોઈએ. એવા વોશિંગ પાવડર કે જેમાં સખત ઘટક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તેવા નોર્મલ ડિટર્જન્ટનો ઉપયોગ તમારા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. એક વાર તમને ખ્યાલ આવી જાય કે તમારા બાળકને કયાં તત્ત્વોની એલર્જી નથી, બાદમાં તમે તમારી પસંદગી પ્રમાણેનો વોશિંગ પાવડર વાપરી શકો છો. તમારા બાળક માટે બબલ બાથનો વધુપડતો ઉપયોગ ટાળો અથવા તો તેમાં જે ઘટક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બાળક માટે સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરી લો. ટૂંકમાં બાળક માટે જે કાંઈ વાપરી રહ્યા છો એના વપરાશમાં તકેદારી રાખો.
* પ્રશ્ન : મારા શરીરની ત્વચા ખૂબ ખરબચડી છે, તેને મુલાયમ કેવી રીતે બનાવું?
ગુલાબની પાંદડીઓ વાટી અને દૂધની મલાઈને મિક્સ કરીને તેને તમારી ત્વચા પર લગાવો. દસ મિનિટ બાદ નહાવાનું રાખો. એક મહિના સુધી આ પ્રયોગ કરો. સ્નાન કર્યા બાદ સમગ્ર શરીર પર બોડીલોશન લગાવવાનું રાખો.
પ્રશ્ન : મારો ચહેરો લાલ થઈ ગયો છે, સમગ્ર ચહેરા પર લાલ રંગના ખીલ ઉપસી આવ્યા છે જેના કારણે આખો ચહેરો ખરાબ દેખાય છે. હું શું કરું?
ત્વચાને બળતરા આપે તેવી દરેક વસ્તુઓથી દૂર રહેવું એ રોસોસિઆથી પીડાતા લોકો માટે હિતકારક છે. સૌમ્ય સાબુ અને ક્લિન્ઝરનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવે છે. સ્નાયુઓને સંકોચી દેનારી વસ્તુઓ(એસ્ટ્રિજન્ટ્સ) અને આલ્કોહોલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ડાયટ અને પર્યાવરણમાં રહેલા કેટલાક ઘટકો જે ચહેરા પર લાલ ખીલ ઉપસાવવા માટે જવાબદાર હોય તેને રોકવા એ પણ કારગત ઉપાય સાબિત થઈ શકે છે. તેથી એ વાત પર ધ્યાન આપો કે તમને શું માફક નથી આવતું અને એ પ્રમાણે આલ્કોહોલ તેમજ અન્ય પીણાં અને ચટપટા ખોરાક સામાન્ય રીતે મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. કોઈ અનુભવીની પાસે તમારી આ સમસ્યાનો ઈલાજ કરાવો.
પ્રશ્ન : મારા ચહેરો વધુપડતો તૈલી થઈ જાય છે. આ ઋતુમાં મારી ત્વચા તૈલી થઈ જાય છે. તેલને કન્ટ્રોલ કરવા માટે શું કરું?
બરફના પાણી અને લીંબુના રસને મિક્સ કરીને આ મિશ્રણથી ચહેરો ધોવાનો રાખો. તેના ઉપયોગથી તમને તાજગી અને સ્વચ્છતાનો અનુભવ થશે. તાત્કાલિક રાહત માટે આ મિશ્રણને ફ્રિજમાં રાખી શકાય છે. જો ઇચ્છો તો રોજ તાજું મિક્સચર પણ બનાવીને ઉપયોગમાં લઈ શકો છો.
વૈવિધ્યસભર ફળ રાખશે સ્વસ્થ
ટિપ્સઃ સ્વસ્થ ત્વચા અને શરીર માટેઃ તમારા ભોજનમાં જુદા જુદા રંગોને સ્થાન આપો. ફળો અને શાકભાજી, ઓછી ચરબીવાળા, લાલ, પીળા, લીલા અથવા કેસરી રંગોમાં વિવિધ લાભકારક પોષકતત્ત્વો હોય છે. દ્રાક્ષ અને બેરીમાં કેન્સર અને હૃદયરોગને નિવારનારા ઘટકતત્ત્વો રહેલા છે. કેલ્શિયમસભર ખોરાક લેવાનું રાખો. આપણાં હાડકાંના બંધારણમાં તે મહત્ત્વનો ભાગ ભજવે છે તેથી દિવસ દરમિયાન ૧,૦૦૦ મિલિગ્રામ જેટલું કેલ્શિયમ લેવું જોઈએ. ઓછી ચરબી અથવા ફેટમુક્ત યોગર્ટ, ચીઝ અને દૂધ એ કેલ્શિયમના સારાં સ્ત્રોત છે. ફાઈબરમાં પણ ઓછી માત્રામાં કોલેસ્ટેરોલ હોય છે. દરેક ભોજનમાં ફાઈબરનો સમાવેશ કરવો જ જોઈએ.જુદાં જુદાં કઠોળ, મસૂર, ચિકપિઆસ ખૂબ ઓછી ચરબી ધરાવે છે, પરંતુ ભરપૂર માત્રામાં રેસા, ફોલિક એસિડ અને પ્રોટીન ધરાવે છે. જુદાં જુદાં અનાજમાંથી બનાવેલી બ્રેડ, સિરીઅલ, ઘઉંમાંથી બનાવેલા પાસ્તામાં ઊંચા પ્રમાણમાં ફાઈબર હોય છે. પાણી, ભરપૂર માત્રામાં પાણી પીવાનું રાખવું. પાણી તમને કાર્યક્ષમ રાખશે અને સતત ઊર્જાથી છલકતા રાખશે. પાણી ચરબી ઘટાડે છે અને અન્ય બિનજરૂરી રસાયણોને પણ શરીરમાંથી દૂર કરે છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછા છથી આઠ ગ્લાસ પાણી પીવાનું રાખો. કેટલીક ચરબી તંદુરસ્ત હોય છે અને તે શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરશે. સૂકામેવા, સૂર્યમુખીનાં બી, આવાકાડો, ઓલિવ અને એકસ્ટ્રા ર્વિજન ઓલિવ ઓઈલમાંથી કેટલીક સારી ચરબી મળે છે . તો પોષણયુક્ત આહાર લો અને સુંદર દેખાવ.
No comments:
Post a Comment