-સ્વાસ્થ્ય માટે 6-7 દિવસ સુધી અનશન યોગ્ય તેથી વધુ દિવસ સ્વાસ્થ્ય માટે નુક્શાન કારક
ભ્રષ્ટાચારને નાથવા અણ્ણા હજારેનું અનસન લોકોમાં ચિંતાનું કારણ બની ગયો છે પણ અહીં સવાલ એ છે કે તેઓ ખરેખરમાં કેટલાં દિવસ સુધી આ અનશન ચાલુ રાખી શકે છે? કેટલાં દિવસ સુધી અનશન રાખવા તેમના સ્વાસ્થ્ય માટે સારા ગણાય?
આ મુદ્દે ડૉક્ટર્સની એક ટીમએ વાત કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ ખોરાક વગર ફક્ત પાણી અને જ્યૂસ પર 5થી 6 દિવસ રહીં શકે છે.
જો કે સૌથી મહત્વની વાત એ છે કે આ આખી વાત જે તે વ્યક્તિના મનોબળ અને તેના સ્વાસ્થ્ય અને ઉંમર પર નિર્ભર કરે છે કે તેઓ કેટલાં દિવસ સુધી અનશન પર રહીં શકે છે.
ડોક્ટર્સના જણાવ્યાં પ્રમાણે, જોકે લાંબા સમય સુધી અનશન પર રહેવાથી શરીરનાં મહત્વપૂર્ણ અંગોને નુક્શાન પહોંચી શકે છે પણ એક થી બે દિવસ માટે કરવામાં આવતા પાણી અને જ્યૂસ સાથેના ઉપવાસ સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉત્તમ છે.
હાલના વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે નિયમિત સમયના અંતર પર એક દિવસનો ઉપવાસ રાખવાથી હ્રદય સંબંધીત રોગ અને ડાયાબિટીસ જેવી મોટી બીમારીમાં રાહત મળે છે. અઠવાડિયામાં એક દિવસ આવો ઉપવાસ રાખવો સ્વાસ્થ્ય માટે સારો છે.

No comments:
Post a Comment