સ્મોકિંગ છોડવામાં પરેશાની થઇ રહ છે ? વેટલિફ્ટીંગ શરૂ કરો. તેનાથી તમારા મસલ્સ બનશે એટલું જ નહીં પરંતુ તમારી સ્મોકિંગ છોડવાની સંભાવના પણ બમણી થઇ જશે. રોડ્સ આઇલેન્ડ સ્થિત મરીયમ હોસ્પિટલના શોધકર્તાઓએ આ દાવો કર્યો છે.
ડેઇલી મેલની રિપોર્ટ પ્રમાણે, છેલ્લા કેટલાક અધ્યયનોમાં એ જોવા મળ્યું છે કે એરોબિક એક્સરસાઇસમાં સિગારેટ પીવાની આદત ઓછી થઇ જાય છે એટલું જ નહીં પણ વધતા જતા વજનમાં પણ ઘટાડો કરી શકાય છે. જનરલ નિકોટીન એન્ડ ટોબેકો રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અધ્યયન માટે સંશોધનકર્તાઓએ 18થી 65 વર્ષની વચ્ચેના 25 પુરૂષો અને મહિલાઓની મદદ લીધી હતી. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી પ્રતિદિન 5 સિગારેટ પીતા હતા. આ તમામ લોકોએ 15થી 20 મિનિટના એક કાઉન્સીલીંગ સેશન્સમાં ભાગ લીધો હતો. જ્યાં સ્મોકિંગ પર રોક લગાવવામાં આવી હતી. તેઓને અલગ અલગ સમુહોમાં વહેંચી દીધા પહેલા તમામને 8 અઠવાડિયા સુધી નિકોટીન આપવામાં આવ્યું હતું.
રજિસ્ટેંન્સ ટ્રેનિંગ ગ્રુપમાં શામેલ લોકોને 12 અઠવાડિયા સુધી 60-60 મિનિટના ટ્રેનિંગ સેશન કરાવવામાં આવ્યા હતા. તેઓને 10 એક્સરસાઇઝ કરાવવામાં આવી હતી. દર 3 અઠવાડિયામાં સંશોધનકર્તા વેટ અને એક્સરસાઇઝની સ્પીડ વધારી દેતા હતા. બીજી તરફ કંટ્રોલ ગ્રુપમાં શામેલ લોકોને દરેક અઠવાડિયે બે વાર હેલ્થ અને વેલનેસ વિડિયો બતાવવામાં આવ્યા હતા. 12 અઠવાડિયા પુરાં થવા સુધીમાં તેવું જોવામાં આવ્યું કે રેસિટેન્સ ગ્રુપના 16 ટકા લોકોએ માત્ર સ્મોકિંગ છોડી દીધી એટલું જ નહીં તેમનું વેટ અને ફેટ બંને ઓછું થઇ ગયું હતું.
તેની સરખામણીમાં કંટ્રોલ ગ્રુપના 8 ટકા લોકોએ સ્મોકિંગ છોડી દીધી હતી. જો કે તેમના વજનમાં અને ફેટમાં વધારો જોવા મળ્યો હતો. સ્ટડીના ત્રણ મહિના બાદ કંટ્રોલ ગ્રુપના 8 ટકા લોકોની સરખામણીમાં રેસિસ્ટેન્સ ગ્રુપના 15 ટકા લોકો સ્મોકિંગ નહીં કરવાના પોતાના નિર્ણય પર અડગ હતા.
No comments:
Post a Comment