Friday, 26 August 2011

આપો ચહેરાને નવો લુક ફંકી જ્વેલરી


જ્વેલરી સ્પેશલ
જો આપ દરેક અવસર પર કંઈક ખાસ દેખાવા ઇચ્છતા હોવ તો બસ જરૂર છે તમને તમારા રંગ અને ચહેરાને અનુરૂપ કંઈક એવી ફંકી જ્વેલરી જે આપને આપે એક નવો લુક!
* જો આપનો ચહેરો થોડો પહોળો અને રંગ ગોરો હોય તો આપની પર કાળા રંગની કે બ્લેક મેટલની ગોળ કે લાંબા આકારની ફંકી જ્વેલરી ખૂબ સુંદર લુક આપશે.
* જો આપનો ચહેરો થોડો લાંબો હોય તો આપની પર મોતીની લાંબી માળા જેવા ચેનનુમા ટોપ્સ અને ગળામાં પાતળી મોતીમાળા આપને એક અલગ જ લુક આપશે.
* જો આપનો ચહેરો ઇંડાકાર હોય તો આપની પર ગોળ ઇયરિંગ કલર ફૂલ, ટ્રેંડી શિપ અને શંખની જ્વેલરી એક નવો જ લુક આપશે.
* જો આપનો ચહેરો ગોળ અને દાઢી બહાર નીકળેલી હોય તો આપની ઉપર લાંબી જ્વેલરી અને ટોપ્સ વધુ શોભશે.
* જો આપનો ચહેરો ભારે અને આંખો મોટી હોય તો ગોળ અને પાતળા મોતીના ઇયરરિંગ આપને મોડર્ન લુક આપશે.
* જો આપનો ચહેરો નાનો અને વાળ લાંબા હોય તો આપની પર લાંબા ઇયરિંગ કે ટોપ્સ જ જામશે.
* જો આપનો રંગ ગોરો હોય તો કલરફૂલ એલ્યુમિનિયમ પ્લાસ્ટિક, મેટલના ઇયરિંગ સ્માર્ટ લુક આપશે.
* જો આપનો રંગ શ્યામ હોય તો કોપર કલર કે મેટર કલરની કે પછી ગોલ્ડ ટ્રેડિશનલ  જ્વેલરી સુંદર દેખાવ આપશે.
* જો આપ કામકાજી મહિલા હોવ તો નાના ટોપ્સ, નાની ઇયરિંગ્સ અને પાતળી ચેન વગેરે પહેરી શકો છો.
* જો આપ કૉલેજ જતી યુવતી હોવ તો આપની ઉપર ફેન્સી મેચિંગ જ્વેલરી શોભશે.

No comments:

Post a Comment