કોમ્પ્યુટર સામે બેસીને આંખને થાક વધારે લાગે છે આ સીવાય આખો દિવસ ફરવાથી પોલ્યુશનને કારણે આંખમાં બળતરા પણ વધારે થતી હોય છે.
તો ભગવાને આપેલાં આ અનમોલ રતનની કાળજી કેવી રીતે રાખશો અને કેવા પ્રકારનો મેકઅપ કરવો જોઇએ તે જાણવું જરૂરી છે.
- બહાર વધારે ફરવાનું થતું હોય અથવા પોલ્યુશનને કારણે આંખને થાક વધારે લાગતો હોય કે સોજો આવી જતો હોય તો સોજો આવેલા ભાગ પર કાકડીના પતીકાં કરીને તે પતીકાં મૂકવા.
- આ ઉપરાંત બટાકાંને પણ ગોળ પતીકાં સમારીને મૂકી શકાય.
- તમે ગમે તેટલો મેકઅપ કરો પણ પરસેવો થાય એટલે મેકએપ તો ખરાબ થઇ જાય છે અને સાથે આંખ પણ ખરાબ થાય છે. કાજળ લગાવ્યું હોય તો તે વધારે પ્રમાણમાં પ્રસરી તો નહી જાય ને તેની બીક રહે છે અને ન લગાવ્યું હોય તો આંખ ખરાબ દેખાય છે, તેવી મૂંઝવણ થાય. તેથી ઉનાળામાં કાજળ પેન્સિલનો ઉપયોગ કરવો. જો રાત્રે કોઇ પાર્ટીમાં જવાનું હોય તો લાઇટ કલરનો આઇશેડો લગાવો.
- ગરમીમાં આઇલાઇનરનો ઉપયોગ ટાળવો અને તેના બદલે મસ્કરાનો ઉપયોગ કરવો. ડ્રાઈવ કરતા સમયે હંમેશા ગોગલ્સ પહેરવા, આમ તો બહાર જવાનું થાય તો હમેશાં ગોગલ્સ પહેરીને જ જવું.
-સસ્તા અને ખરાબ ગુણવત્તાવાળા ગોગલ્સ ન ખરીદવા કારણ કે તેમાં લગાવેલા ગ્લાસની કવોલિટી સારી હોતી નથી અને તે આંખને નુકસાન પણ પહોંચાડી શકે છે.
- તાપમાંથી આવ્યા બાદ ઠંડા પાણી વડે આંખને ધોઇ નાખો, જેથી આંખને ઠંડક મળશે અને વઘારે બળતરા થશે નહીં. -પોલ્યુશનને કારણે કે પછી આખો દિવસ કોમ્પ્યુટર પર બેસીને કામ કરવાથી આંખોની બળતરા ઓછી ન થતી હોય તો ઠંડા દૂધમાં રૂ પલાળીને તેને આંખ પર દસ મિનિટ સુધી મૂકી રાખો. આવું ચારથી પાંચ વાર કરવાથી આંખને ઠંડક મળશે અને ધીરે ધીરે બળતરાથથી ઓછી થઇ જશે.
No comments:
Post a Comment