આટલી ટિપ્સ ફોલો કરો આપના ચહેરાની કાળાશ દુર કરવાના આ રહ્યાં અસરદાર નુસખા
- કાચા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને લગાવો. 10 મિનિટ પછી કુણાં પાણીથી ચેહરો ધોઈ નાખો.
- ટામેટા અને ખીરાના રસને બરાબાર પ્રમાણમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો
- એક ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ નાખીને ચેહરા પર લગાવો. 10 મિનિટ પછી ધોઈ નાખો.
- પપૈયાના ગુદાને ચહેરા પર લગાવીને સૂકાતા સુધી રહેવા દો. પાણીથી ધોઈ નાખો.
-આ રીતે સંતરા, કેરી અને તરબૂચ જેવા અન્ય ઘણા ફળનો રસ કે ગૂદાને પણ લગાવી શકાય છે.
- સૂકી ત્વચા માટે : કેળાના એક ટુકડાને મેશ કરીને તેમા અડધી ચમચી મધ મિક્સ કરી લો. ચેહરા પર 15 મિનિટ લગાવીને કુણા પાણીથી ચેહરો ધોઈ નાખો
- તૈલીય ત્વચા પર મુલ્તાની માટીનુ પેક લગાવો. મુલ્તાની માટીને ગુલાબજળમાં પલાળીને લગાવો. 10 મિનિટ પછી પાણીથી ધોઈ નાખો.
- વધુ પડતી સૂકી ત્વચા માટે : સૂતી વખતે મલાઈમાં લીંબુના રસના કેટલાક ટીપા મિક્સ કરી ચેહરા પર લગાવો અને સવારે કૂણાં પાણીથી ધોઈ નાખો.
No comments:
Post a Comment