વિધી – એકાંત સ્થાન પર સમતોળ જમીન પર આસન પાથરો. પીઠનાં બળે જમીન પર સુઇ જાઓ.બન્ને હાથને શરીરનાં બગલમાં રાખો.પોતાની આંખો ખુલ્લી રાખો તથા શ્વાસને અંદર ખેંચતા જાઓ. બન્ને પગને એકસાથે લગભગ એક ફુટ ઊંચા ચઢાવો. પોતાનાં માથાને જમીન પર ટેકવી રાખો. પોતાની ક્ષમતા અનુસાર શ્વાસને રોકીને અમુક સમય સુધી આ અવસ્થામાં રાખો. હવે ધીરે- ધીરે બન્ને પગને એકસાથે જમીન પર રાખો અને અમુક સમય સુધી વિશ્રામ કરો.આ અભ્યાસ થયા બાદ આ ક્રિયાને નિયમિત 5 વાર પોતાનાં ડેઇલી રૂટિનમાં સમાવેશ કરો.
સાવધાની – આસનનો અભ્યાસ ધીરજપુર્વક કરો. ઉતાવળમાં શરીર પર વધારે ભાર ના આવી જાય.
No comments:
Post a Comment