Tuesday, 30 August 2011

સ્વાસ્થ્યપોષક મોસમી ફળ

લાંબા આયુષ્ય કરતાં સ્વસ્થ જીવન જીવવા માટે પ્રયત્નીશીલ રહેવાનું લોકો વઘુ કરે છે અને તેના પ્રયાસ પણ કરતા હોય છે. ભારતના સંતોનું લાંબુ આયુષ્ય તથા સ્વસ્થ જીવનના રહસ્યનું મુખ્ય કારણ મોસમી ફળ, તથા શાકનું રોજંિદા આહારમાં વઘુ પ્રમાણમાં સમાવેશ છે. વાસ્તવમાં ફળમાં અનેક રોગોને નષ્ટ કરવાની અપાર શક્તિ છે.
ફળમાં લવણ અને ખટાશ કુદરતી રૂપે સમાયેલું છે તેનાથી યકૃત સ્વસ્થ રહે છે તેમજ કબજિયાત, અપચો, પેટના દુઃખાવો જેવી તકલીફ થતી નથી. ફળમાં સમાયેલ કુદરતી ખટાશ દાંતને મજબૂત અને ચમકીલા બનાવે છે. ૠતુ દરમિયાન પાકતા ફળો ખાવાથી ફાયદો થાય છે. તેથી મોસમ અનુસાર જ ફળ ખાવા. ફળ દ્વારા અનેક રોગના ઇલાજ કરી શકાય છે. અપચાની તકલીફ હોય તેણે સફરજન, નાશપતી, નારંગી, લીંબુ અને સંતરાનું સેવન કરવું જોઈએ.
કિડનીની તકલીફમાં ખીરા, તરબૂઝ, ખરબૂજા, કાકડી જેવા રસીલા ફળ ઉપયોગી છે.
દ્રાક્ષ બળકારક ફળ છે તે હૃદયને તાકાત આપે છે તથા આંખની જ્યોતિ તથા ચહેરાની કંિમત વધારે છે.
દાડમથી વાયુ અને કફનો નાશ થાય છે. પાચનશક્તિ વધે છે. દાડમથી રોગનિરોધક શક્તિ વધે છે. મેલેરિયા, ટાઈફોઈડ એનીમિયામાં દાડમ લાભકારી છે.
કેરી બળદાયક, સુખદાયક, પુષ્ટિકારક ફળે છે. તેના સેવનથી માંસ વધે છે. નવું રક્ત બને છે તથા શરીરનો થાક દૂર થાય છે.
કેળા ઉત્તમ પોષક ભોજન છે. કેળા ઝડપથી પચી જઈ બળ પૂરંુ પાડે છે. કેળાનું સેવનથી શરીરામાં નવું લોહી બને છે તેમજ રક્ત સુઘ્ધિ પણ થાય છે.
પપૈયાની સેવનથી દમ, નેત્રરોગ, સ્કર્વી, એનિમિયા જેવી તકલીફથી બચી શકાય છે. પપૈયુ પેટની બીમારીમાં લાભપ્રદ છે વિટામીન એ અને સી તેમાં વઘુ પ્રમાણમાં સમાયેલા છે. સંતરા, નારંગી, માલ્ટા, મોસંબી શીતળતા પ્રદાન કરનારા ફળ છે. તે બળવર્ધક અને રક્તવર્ધક છે. આ ફળનો રસ દરેક બીમારીમાં પીવાતો હોય છે. આ ફળોમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં સમાયેલું છે.

No comments:

Post a Comment