Tuesday, 30 August 2011

રોજ ૧૫ મિનિટ કસરત કરો, જીવનનાં ત્રણ વર્ષ વધારો




રોજ ૧૫ મિનિટની કસરત કરો તો તમારાં જીવનનાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ વધી શકે છે તેમ નવા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે. ૧૨ વર્ષમાં ૪,૦૦,૦૦૦ લોકોનો અભ્યાસ કરીને આ તારણ કાઢવામાં આવ્યું છે.
આ સર્વેમાં દરદીઓએ પોતે જે તેમની અઠવાડિક કસરતની માહિતી આપી હતી તેના આધારે તેમને ઇનએક્ટિવ, લો, મીડિયમ, હાઈ અને વેરી હાઈ એમ પાંચ ભાગો પાડીને અભ્યાસ કરવામાં આવ્યો હતો.
  • તાઇવાનમાં ૪,૦૦,૦૦૦ લોકો પર કરાયેલા અભ્યાસનું તારણ
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઓછી કસરત કરવાવાળાં જૂથનાં લોકો કે માત્ર ૧૫ મિનિટ પોતાની ફિટનેસ પાછળ ગાળે છે તેમના માથેથી કેન્સરને કારણે મરવાનું જોખમ ૧૦ ટકા જેટલું ઘટી જાય છે અને જે લોકો કસરત નથી કરતાં તેની સરખામણીએ આયુષ્ય ત્રણ વર્ષ જેટલું વધી જાય છે.
ડો. ચિંગ-પેંગ વેનને ટાંકતાં એબીસી ન્યૂઝે જણાવ્યું હતું કે "છેલ્લાં ૧૫ વર્ષ માટે અઠવાડિયામાં પાંચ કે તેથી વધુ દિવસો સુધી ૩૦ મિનિટ સુધી કસરત કરનારાઓનું જીવન ઘણું સારું હોવાનું કહી શકાય છે, પરંતુ અમને જાણવા મળ્યું છે કે તેનાથી અડધા પ્રમાણમાં કસરત કરાય તો તે ઘણું ફાયદાકારક છે.
રોજિંદી ૧૫ મિનિટ કસરત વધારવામાં આવે તો તેનાથી ભાગ લેનારાઓનું કેન્સરથી મરવાનું જોખમ એક ટકા જેટલું ઘટી જાય છે તેમ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે. દિવસમાં ૧૦૦ મિનિટ કસરત કરવામાં આવે તો તેનાથી લાભો વધી જતા હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે.
તમામ વયજૂથના મહિલા અને પુરુષોને કસરતથી લાભ થયું હોવાનું અભ્યાસમાં જણાવાયું છે, જેમાં હૃદયની બીમારી ધરાવતાં લોકોનો પણ સમાવેશ થાય છે.

No comments:

Post a Comment