Friday, 19 August 2011

ખીલ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર

 
ખીલ આજકાલ દરેક યુવાની સમસ્યા છે. ખીલના ડાઘને કારણે ચહેરાની સુંદરતા અને ચાર્મ ખોવાઈ જાય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને જણાવીએ છીએ અમુક બહુ જ સરળ ઘરગથ્થુ ઉપાયો જે દૂર કરશે તમારા ચહેરા પરના ખીલ.

- મધ ખીલનો અકસિર ઉપાય છે. તેના કારણે બેક્ટેરિયા મરે છે અને ખીલમુક્ત ત્વચા મળે છે.

- તાજા દૂધની મલાઈની સાથે લીંબુના રસના થોડા ટીપાં ઉમેરીને તેને ચહેરા પર લગાડો.

- ફટકડી અને કાળા મરીને પાવડર સરખા પ્રમાણમાં લઈને ખીલ પર લગાડો.

- કાચા બટાટાની છાલ ઉતારીને તેને છીણી લો. તેને મલમલના કપડામાં ચુસ્ત રીતે બાંધી દો. આને 5 મિનીટ સુધી તમારા ચહેરા પર ગોળ ગોળ ફેરવો અને પછી તમારો ચહેરો ધોઈ લો.

- તુલસીના સૂકા પાનનો પાવડર અને હળદર મિક્સ કરીને ગુલાબજળ સાથે ફેસપેક તૈયાર કરીને લગાડો.

- દિવસમાં 3-4 વાર તમારો ચહેરો ધૂઓ અને તૈલીય ત્વચા હોય તો વોટર બેસ્ડ ફેસવોસ સાથે સાફ કરો.

- વારંવાર તમારા ચહેરાને ન અડો. જ્યારે પણ હાથ અડાડો ત્યારે હાથ ધોયા બાદ જ તમારા ચહેરાને સ્પર્શ કરો. ગંદા હાથને કારણે ત્વચા પર બેક્ટેરિયા ફેલાઈ શકે છે જેનાથી ખીલ વધુ ફેલાય છે.

No comments:

Post a Comment