Wednesday, 24 August 2011

અસલી વાંસકપૂર અનેક રોગોનું અક્સીર ઔષધ

ભેળસેળે માઝા મૂકી છે. ખાદ્ય પદાર્થોની ભેળસેળ અટકાવી શક્યા નથી ત્યાં ઔષધોમાં ભેળસેળ શરુ થઈ છે. આ પ્રવૃત્તિ વહેલી તકે અટકાવવામાં આવશે નહીં તો દુશ્મનનાં આક્રમણ વિના ભારતીયો ખતમ થઈ જશે. સિતોપ્લાદિ ચૂર્ણ ભારતમાં સર્વત્ર જાણીતું છે ઘણા કુટુંબો ઘરમાં રાખે છે. જરૂર પડે તો સિતોપ્લાદિ ચૂર્ણ ભારતમાં સર્વત્ર જાણીતું છે ઘણા કુટુંબો ઘરમાં રાખે છે જરૂર પડે તો શરદી, ઉધરસ, કફમાં છૂટથી વાપરે છે. મોટા ભાગના લોકો આ ઔષધની પ્રશંસા કરતા હોય છે. થોડા નિરાશ થયેલા દર્દીઓ પણ જોવા મળ્યા. આ જાણી આશ્ચર્ય સાથે પ્રશ્ન થયો કે, આ નિર્દોષ રામબાણ ઔષધ માટે અસંતોષ કેમ ? જાણવા મળ્યું કે કેટલાક લોકો સિતોપ્લાદિ ચૂર્ણ બનાવવામાં જૂના ઔષધ વાપરે છે એટલું જ નહીં પણ એમાં મુખ્ય ઔષધ વાંસકપૂર હોય છે એ નકલી નાખવામાં આવે છે કે સિન્થેટિક નાખવામાં આવે છે. અસલી વાંસકપૂરની શોર્ટેજ રહેતી હોવાથી મોંધુ હોય છે. સિતોપ્લાદિ વેચી વધારે નફો મેળવવા માટે ભેળસેળ કરવામાં આવે છે અસલી વાંસકપૂર માદા વાંસમાંથી મળે છે. શેરડીના આકારના વાંસ જંગલમાં થાય છે. આ વાંસની ઉંચાઈ ૪૦થી ૫૦ ફૂટ સુધી થતી હોય છે. બાગબગીચામાં શોભામાં વૃદ્ધિ કરવા માટે ઉછેરવામાં આવે છે. એશિયાના મોટા ભાગના પ્રદેશોમાં વાંસ થાય છે. વિશ્વમાં ૧૨૫થી વધારે પ્રકારના વાંસની શોધ થઈ છે. ભારતમાં ૨૫થી વધારે પ્રકારના વાંસ જાણીતા છે. આ વાંસ અનેક કાતળીઓમાં જોડાઈને બનેલ હોય એવા દેખાય છે. વાંસના મુખ્ય બે પ્રકાર હોય છે. (૧) કાતળીયા, (૨) નકોર હોય છે આ પ્રકારમાં કાતળી પોલી હોય છે. વાંસની દિવાલમાંથી રસ પોલાણમાં ઝરે છે. જે બે કાતળીઓ વચ્ચેના સાંધામાં એકઠો થાય છે. પછી સૂકાય છે. આ સૂકાયેલા રસને બહાર કાઢી ખાસ યંત્રમાં તપાવી નકામો ભાગ બાળી નાખી અસલી સફેદ વાંસ કપૂર (વંશલોચન) મેળવવામાં આવે છે. આ વાંસ કપૂર વાપરવાથી નિરાશ થવું પડતું નથી કારણ કે અસલી વાંસકપૂર વાપરવાથી રામબાણ જેવી અસર થાય છે. શરદી, કફ, શ્વાસ, સગર્ભાની નબળાઈમાં વપરાતા સિતોપ્લાદિ ચૂર્ણમાં મુખ્ય ઘટક દ્રવ્ય વાંસકપૂર છે. આ ઉપરાંત તાલિસાદિ ચૂર્ણ, ચ્યવનપ્રાશ વિ.માં આવે છે. એક ઔષધ તરીકે પણ ઘણાં વાપરે છે. નકલી અસર કરતું નથી એટલે કેટલાંક વાપરનાર કહેતાં હોય છે કે, હવે પહેલા જેટલી અસર સિતોપ્લાદિ કરતું નથી. મારકેટમાં નકલી વાંસકપૂરવાળું સિતોપ્લાદિ ચૂર્ણ પણ ફરતું હોય છે. ઔષધ યોગોમાં ભેળસેળ કરનારાઓ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી દેશદ્રોહ કરી રહ્યા છે. લોકોએ જાગૃત થઈ આ પ્રવૃત્તિ અટકાવવી જોઈએ.
વાંસના મૂળ પાન ફળ ફૂલ દરેક અંગ ઔષધ તરીકે વપરાય છે. મકાનના બાંધકામ ફર્નિચર અને ઘરઉપયોગી અનેક વસ્તુઓમાં વપરાતો વાંસ ઔષધિ તરીકે ઉપયોગી હોવાથી માનવ જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે. વાંસ અતિ પ્રાચીન સમયથી વપરાતો આવ્યો છે. આરબ દેશોમાં અને ભારતમાં હકીમો આજે પણ વાપરે છે. જંગલમાં આજુબાજુ વસતાં લોકો લીલા તાજા વાંસનો ઔષધ તરીકે ઉપયોગ કરતા હોય છે.
વાંસને સંસ્કૃતમાં વંશ, વેણુ કે તૃણઘ્વજ કહે છે. હંિદીમાં બાંસ, અંગ્રેજીમાં બામ્બુ (મ્ચસમે) અને લેટિનમાં બંબુસા- બમ્બુજ કહે છે. વાંસકપૂરને સંસ્કૃતમાં વંશલોચન કે તૃગાક્ષીરી, હંિદીમાં વંશલોચન, ફારસીમાં તબાક્ષીરી અને અંગ્રેજીમાં બામ્બુ મન્ના (મ્ચસર્મર્ સ્ચહહચ) કહે છે. વાંસકપૂર કષાય, મઘુર, વિપાક મઘુર, શીતવીર્ય, શીતળ અને વાતપિત્તશામક છે. હૃદયશામક, રક્તસ્તંભક, તૃષા મટાડનાર, ગ્રાહી (મળને બાંધનાર) કફને બહાર કાઢનાર, શ્વાસહર, મૂત્રલ, બલ્ય અને બૃહણ છે. વાતપિત્તથી થતા વિકારોમાં અસલી વાસકપૂર આજે પણ અતિ ઉપયોગી માલુમ પડેલ છે. કીડનીને શીતળતા પ્રદાન કરે છે. જાવા સુમાત્રામાં લોકો હાડકાને મજબૂત કરવા વાંસકપૂર છૂટથી વાપરે છે. કંઈક વાગી ગયું હોય તો વાંસકપૂર ચૂર્ણ લગાવી ડ્રેસંિગ કરી રક્ત વહેતુ બંધ કરે છે. પાક થતો નથી મહર્ષિ ચરકે હેમરેજિક ડીસીઝની ચિકિત્સામાં વાંસકપૂરને અતિ ઉપયોગી જણાવેલ છે જ્યારે મહર્ષિ સુશ્રુતે વાતપૈતિક ઉધરસમાં અતિ ઉપયોગી જણાવેલ છે.
આઘુનિક દ્રષ્ટિએ વાંસકપૂરમાં સિલિકા ૯૦.૫૦, પોટાશ ૧.૨૦ પેરોક્સાઇડ આયર્ન ૦.૪૦, એલ્યુમિનિયા ૪.૮૭, આદ્રતા ૨.૨૩ છે સિન્થેટિક વાંસકપૂર સારી રીતે બનાવેલ હોય તો અસલી જ લાગે છે પારખવું મુશ્કેલ બને છે નકલીમાં પોટાશ હોતો નથી અસલી વાંસકપૂર જેવું પણ તેનાથી કઠણ હોય છે. વિશ્વાસુ જગ્યાએથી જ લેવું. નિર્દોષ અને અતિ ઉપયોગી હોવાથી ઘરમાં રાખવું જરૂર પડ્યે ઉપયોગ કરવો. વાંસના પાન અને બીજ (ફળ) ગરમ છે વાપરતી વખતે યાદ રાખવું.
અસલી વાંસકપૂરના યોગો ઃ (૧) સિતોપ્લાદિ ચૂર્ણ અરડુસીનાં રસ સાથે દિવસમાં ત્રણ વખત લેવાથી શ્વાસ, ઉધરસમાં પડતું લોહી બંધ થાય છે. ઉધરસની તીવ્રતા બિલકુલ ઓછી થાય છે. (૨) ઝાડા, વમન અને તૃષામાં અર્ધોથી એક ગ્રામ વાંસકપૂર અને સંજીવનીવટી મેળવી લીંબુના રસ સાથે લેવું. વાંસકપૂર એકલું પણ લઈ શકાય. (૩) ઉનવામાં વાંસકપૂર અને ચંદન ચૂર્ણ મેળવી સાકરના પાણી સાથે લેવું. (૪) ક્ષય (્‌મ્ ) - વાંસકપુર અને સહસ્ત્રપુટી અભ્રક ભસ્મ મેળવી ગાયના માખણ અને મધ સાથે લાંબો સમય પથ્ય આહારવિહાર સાથે લેવાથી ક્ષય મટે છે. ચિકિત્સકનું માર્ગદર્શન લેવું. (૫) સગર્ભાને ઉલટી અને નબળાઈ માટે વાંસકપુર ૪ રતિ + કપુર કાચલી ૪ રતિ સાકરવાળા દૂધ અથવા પાણી સાથે લેવું (૬) બાળકના ઉધરસ શ્વાસ માટે વાંસકપૂર અને શ્રૃંગ્યાદિ ચૂર્ણ મેળવી, દિવસમાં ત્રણ વખત મધ અને તુલસીનાં રસ સાથે આપવું. વાંસકપૂર જુદા જુદા અનુપાન સાથે અનેક રોગોમાં અપાય છે ઘરમાં પડ્યું હોય તો તાત્કાલીક દવાખાને દોડવાની જફામાંથી બચાવે છે.

No comments:

Post a Comment