Friday, 26 August 2011

આઈસક્રીમ ખાવાથી હોમ સિકનેસ અનુભવાય છે




તમે ક્યારેક ફરવાના સ્થળે જાઓ અને અમેરિકન આઈસક્રીમ ખાવાની ઇચ્છા થાય તો આઈસક્રીમ ખાતા ખાતા તમને કામકાજમાં ખૂબ જ વ્યસ્ત હો તેવી અનુભૂતિ થાય તો નવાઈ પામશો નહીં. તાજેતરમાં હાથ ધરાયેલો અભ્યાસ એવું દર્શાવે છે કે, આ ચિલ્ડ અને સ્વીટ આઈસક્રીમ વ્યક્તિને હોમ સિકનેસની અનુભૂતિ કરાવે છે અને જુદી જુદી બનાવટના આઈસક્રીમ મૂળ સ્થળની એટલે કે ઉત્પત્તિ સ્થાનની યાદ તાજી કરાવે છે, જેને કારણે વ્યક્તિ ભૂતકાળ યાદ કરીને ઉદાસીન કે ગમગીની અનુભવવા લાગે છે.
  • જુદી જુદી બનાવટના આઈસક્રીમ મૂળ સ્થળની યાદ તાજી કરે છે
જુદા જુદા પ્રકારના આઈસક્રીમ ખાવાથી વ્યક્તિની લાગણીઓ અને ઊર્મિઓમાં ફેરફાર થાય છે અને તે હોમ સિકનેસ અનુભવતો હોય તેવું ફીલ થતું હોવાનું ૧૦,૦૦૦ પુખ્ત વ્યક્તિઓના હાથ ધરાયેલા સર્વેનાં તારણો પરથી જાણવા મળે છે. સ્કોટલેન્ડના ફૂડ સાયકોલોજિસ્ટ ગ્રેગ ટકરે આ સર્વેનું પૃથક્કરણ કરીને તારણોને સમર્થન આપ્યું હતું.
જો તમે સ્કોટલેન્ડની મીઠાશ ધરાવતો દૂધમાંથી બનાવેલો આઈસક્રીમ ખાઓ તો તમે તરત જ ભોગવિલાસમાં સરી પડશો અને મોજમસ્તીમાં ગરકાવ થયાની અનુભૂતિ કરવા લાગશો જ્યારે કોર્નિશ આઈસક્રીમ ખાશો તો તમે કોઈ સારા દરિયાકિનારે બીચ પર ફરતા હો કે સમુદ્રકિનારે આવેલાં શહેરમાં લટાર મારતા હો તેવી અનુભૂતિ થશે.
ઈટાલીનો આઈસક્રીમ ખાશો તો તેની વમળાકાર બનાવટ તમને નેપલ્સની વાદીઓની યાદ અપાવશે. કોઈ વ્યક્તિ અમેરિકન સ્ટાઈલનો આઈસક્રીમ ખાય તો તે જાણે ખૂબ જ વ્યસ્ત હોય અને કામગરો હોય તેવી અનુભૂતિ કરશે.

No comments:

Post a Comment