તણાવથી માત્ર વાળ જ સફેદ નથી થતા પણ તેના કારણે બીમારીઓનું જોખમ વધવાની પણ આશંકા રહે છે.
ડુકે યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે તણાવમાં એવા રસાયણો સક્રિય થઇ જાય છે જે ડીએનએને નુકસાન પહોંચાડે છે. આના કારણે વ્યક્તિની ઉંમર વધુ દેખાવા લાગે છે અને બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
સંશોધકોએ ઉંદર પર કરેલા વિશ્લેષણ પર આ પરિણામ આધારિત છે. અભ્યાસ માટે ઉંદરોમાં તણાવ વધારવા માટે તેમને એડ્રેલિન જેવો પદાર્થ આપવામાં આવ્યો. આનાથી તેમનામાં પ્રોટીનનું પ્રમાણ ઓછું થઇ ગયું જે સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે અને તે કોશિકાઓમાં વિસંગતતાઓને રોકે છે.
અભ્યાસના પ્રમુખ પ્રોફેસર રોબર્ટ લેફ્કોવિટ્ઝે કહ્યું કે આનાથી અમે સાબિત કરી શકીએ છીએ કે તણાવ કોઇપણ રીતે માનવીય દશાઓ અને વિકારો માટે જવાબદાર છે. જેમાં વાળ સફેદ થવા જેવી પરેશાનીઓથી લઇને જીવલેણ બીમારીઓનો સમાવેશ થાય છે.
આ અભ્યાસ નેચર જર્નલના હાલમાં જ આવેલા સંસ્કરણમાં પ્રકાશિત થયો છે.
No comments:
Post a Comment