રાજકારણ એક જમાનામાં પુરુષપ્રધાન ક્ષેત્ર ગણાતું હતું. આજે દુનિયાભરની મહિલાઓ એક યા બીજી રીતે લગભગ દરેક દેશના આ ક્ષેત્રમાં સ્થાન ધરાવે છે.
ઇંગ્લેન્ડનાં માર્ગારેટ થેચર કે ભારતનાં ઇન્દિરા ગાંધીની ય પહેલાં સિલોન એટલે કે શ્રીલંકામાં વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન નિમાયાં હતાં. ૧૯૬૦માં જ્યારે શ્રીલંકા સિલોન તરીકે ઓળખાતો હતો તે સમયે શીરીમાવો બન્દારનાઇકે પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં હતાં.
થાઇલેન્ડમાં છેક આજે પ્રથમ મહિલા વડાપ્રધાન પદે આવ્યા છે તેની નોંધ લેવી ઘટે જ. થાઇલેન્ડની આજની તંગ આર્થિક સ્થિતિમાં યિંગલેકે લોકોને આર્થિક ક્ષેત્રે અનેક સુધારા લાવવાનું વચન આપ્યું છે. યિંગલેક બિઝનેસવુમન છે. આ પ્રસંગે મહિલા વડાપ્રધાનોનો રસપ્રદ ઈતિહાસ જોઇએ.
પાંચમી ઓગસ્ટના દિવસે થાઇલેન્ડમાં પ્રથમ વાર મહિલા વડાપ્રધાન પાલૉમેન્ટમાં બહુમતીથી ચૂંટાઇ આવ્યાં છે. ૪૩ વર્ષીય યિંગલક શિનાત્રા ૨૮માં વડાપ્રધાન ચૂંટાઇ આવ્યાં તે સમાચાર વાંચીને વિશ્વની મહિલાઓમાં હર્ષની આછી લાગણી ફરી વળે છે કારણ કે ઉપલા સ્તરે એટલે કે રાજકીય ક્ષેત્રે અનેક મહિલાઓ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિપદે રહી ચૂકી હોવા છતાં તેમનું પ્રમાણ ઓછું રહ્યું છે કે રાખવામાં આવે છે તે ચર્ચાનો વિષય બને તેમ છે.
થાઇલેન્ડમાં છેક આજે પ્રથમ મહિલા વડાપ્રધાન પદે આવ્યા છે તેની નોંધ લેવી ઘટે જ. થાઇલેન્ડની આજની તંગ આર્થિક સ્થિતિમાં યિંગલેકે લોકોને આર્થિક ક્ષેત્રે અનેક સુધારા લાવવાનું વચન આપ્યું છે. યિંગલેક બિઝનેસવુમન છે. આ પ્રસંગે મહિલા વડાપ્રધાનોનો રસપ્રદ ઈતિહાસ જોઇએ.
ઇંગ્લેન્ડનાં માર્ગારેટ થેચર કે ભારતનાં ઇન્દિરા ગાંધીની ય પહેલાં સિલોન એટલે કે શ્રીલંકામાં વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન નિમાયાં હતાં. ૧૯૬૦માં જ્યારે શ્રીલંકા સિલોન તરીકે ઓળખાતો હતો તે સમયે શીરીમાવો બન્દારનાઇકે પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં હતાં. ત્યાર બાદ ૧૯૬૬માં ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વિશ્વમાં બીજા અને ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યાં હતાં.
જ્યારે ઇઝરાયલમાં પ્રથમ મહિલા વડાપ્રધાન ૧૯૬૯માં ગોલ્ડા મેઇર ચૂંટાયાં હતાં. ૧૯૭૯માં ઇંગ્લેન્ડમાં પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચર ચૂંટાઇને આવ્યાં હતાં. હિલેરી ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડનાર પ્રથમ મહિલા નથી. ૧૮૭૨ની સાલમાં વિક્ટોરિયા સી વુડહલ ઇકવલ રાઇટ પાર્ટી તરફથી અમેરિકામાં પ્રેસિડેન્શિયલ પદ માટેના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં, જોકે જીતી શક્યાં નહોતાં.
સાઠના દાયકા બાદ વડાપ્રધાન કે પ્રેસિડન્ટ તરીકે મહિલાઓએ સફળતાપૂર્વક પદ સંભાળ્યા બાદ સિત્તેર અને એંસીના દાયકામાં પણ મહિલાઓના રાજકીય ક્ષેત્રે સત્તા મેળવવા તરફ મક્કમ પગલાં ભરાતાં રહ્યાં પણ નેવુંના દાયકામાં તો લગભગ ૨૭ દેશોમાં મહિલાઓએ સત્તા સંભાળી હતી. તેમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોનું નામ પણ છે, તો કેનેડા, જર્મની, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, મંગોલિયા વગેરે સહિત બાંગ્લાદેશ, રુવાન્ડા જેવા ટચુકડા અને સતત સંઘર્ષશીલ દેશો સામેલ છે.
રુવાન્ડામાં અગાથે ઊવિલિન્ગીયીમાનાએ ૧૯૯૩માં વડાપ્રધાન પદ સંભાળ્યું અને વર્ષમાં જ તેમને ઠાર કરવામાં આવ્યાં હતા. શ્રીલંકા, ભારત, નોર્વે, નેધરલેન્ડ - ચાર જ દેશ એવા છે જ્યાં એકથી વધુ વાર મહિલાઓ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચી હોય. હાલમાં અગિયાર દેશો એવા છે જ્યાં મહિલાઓ વડાપ્રધાન છે.
ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ફિનલેન્ડ, ક્રોસિયા, આયર્લેન્ડ, કાયઝિસ્તાન, લિબરિયા, લિથુનિયા અને સ્વિટ્ઝર્લેન્ડ. ભૂતાન, એનગ્વિલા, બેલિઝ, બમૉ (મ્યાનમાર), કોમોરો આઇલેન્ડ, કૂક આઇલેન્ડ મિનિસ્ટર, હંગેરી, મોન્સરેટ, સોલોમન આઇલેન્ડ (એક પણ મહિલા એમપી નથી.), તુવાલુ અને વાનુતુ - એવા કેટલાક દેશો છે જ્યાં મહિલાઓને સરકારમાં કોઇ પણ પદ ન મળ્યું હોય. બોલિવિયા મિનિસ્ટર એકમાત્ર એવો દેશ છે જ્યાં પચાસ ટકા મહિલાઓ પાલૉમેન્ટમાં છે.
No comments:
Post a Comment