Tuesday, 23 August 2011

આવું જ રહ્યું તો બોસ, સમજી લો લગ્નપ્રથા ખલાસ....!


 
-એશિયામાં પણ હવે મહિલાઓ લગ્ન નહીં લિવ ઈન રિલેશનમાં રહેવાનું પસંદ કરે છે

અત્યાર સુધી અમેરિકા અને ઈંગ્લેન્ડમાં લગ્ન જેવી પરંપરા ખલાસ થવાથી સમાજશાસ્ત્રીઓ પરેશાન હતાં પણ હવે આવા જ દિવસો એશિયામાં પણ જોવા મળી રહ્યાં છે.

એશિયામાં લગ્ન બાબતે પારંપરિક વિચારણામાં ઘણો બદલાવ આવ્યો છે અને એકલા રહેનારાની સંખ્યા ખૂબજ વધી રહીં છે. તેમાં પણ એકલા જીવન વિતાવનારી મહિલાઓની સંખ્યા વધારે છે.મહિલાઓએ આ વિશે જણાવ્યું હતું કે પસંદીદા પાર્ટનર નહીં મળવાને કારણે તેઓ એકલા રહેવાનું જ પસંદ કરે છે. સાથે જ કેટલાંક લોકોનું કહેવું છે કે લગ્ન બાદ તેમની સ્વતંત્રતા છિનવાઈ જાય છે.

જોકે એશિયાના મોટા ભાગના વિસ્તારોમાં લગ્ન આજે પણ સામાન્ય વાત છે પણ મોટા મોટા શહેરમાં લિવ ઈન રિલેશનશિપનું પ્રમાણ વધી ગયું છે અને તેઓ તેનાથી ઘણાં ખૂશ છે.

જ્યારે યૂરોપિયન દેશોમાં મોટાભાગના લગ્નનો અંત છુટાછેડાથી જ આવે છે અને યૂરોપમાં કુલ પેદા થતા બાળકોની સંખ્યામાં મોટાભાગના બાળકો કુવારી માતાથી પેદા થયેલાં છે.

No comments:

Post a Comment