Monday, 29 August 2011

ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે આવા છોડ

લીલો રંગ એ ઉત્સાહ અને તાજગીનું પ્રતીક છે. વાસ્તુ પ્રમાણે લીલા છોડ ઘરમાં સકારાત્મકતા વધારે છે. ઘરમાં રહેલા લીલા છોડ અને સુંદર મજાના ફૂલોને જોઇને અલગ જ પ્રકારની સકારાત્મક ઊર્જા મળે છે જેનાથી માનસિક શાંતિ મળે છે.

ઘરમાં લગાવવામાં આવનાર દરેક છોડ કોઈને કોઈ રીતે બધાના જીવનને અસર કરે છે. વૃક્ષ અને છોડવાઓ ઘરની ઘ્વનિ અને વિકિરણોને પણ પ્રભાવશાળી રીતે ગ્રહણ કરી લે છે.

- ઘરમાં રહેલા કરમાયેલા કે સૂકાયેલા છોડને ઘરેથી તરત જ હટાવી દેવા જોઈએ. તેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે.

-ઘરની સામેવાળા ભાગમાં કે ઘરમાં કાંટાળા કે તીક્ષ્ણ પાંદડાંવાળા વૃક્ષ-છોડ લગાવવા ન જોઈએ. તેને નકારાત્મક ઊર્જાને વધારે છે તથા તેને કારણે ઘરમાં તણાવ ઊભો થાય છે.

-ઉપર ચઢનારી વેલ જને ક્લાઇમ્બર્સ કહેવામાં આવે છે. તેવા મની પ્લાન્ટને ઘરનાં એક ખૂણામાં લગાવવાથી તે જગ્યાની ઉદાસીનતાને દુર થાય છે અને ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે

-ઘરમાં દક્ષિણ-પૂર્વ દિશાને ધન અને સમૃદ્ધિનો ખૂણો કહેવાય છે. એટલે અહીં મોટા પાંદડાવાળા છોડ લગાવવા જોઈએ.જેથી ઘરના સભ્યોની આવક વધે છે.

No comments:

Post a Comment