દાંતની સારવાર કરાવવાની આવે એટલે ઘણા લોકો દાંતના ડોક્ટરના ડ્રિલિંગ મશીનથી જ ફફડી ઊઠતા હોય છે, પરંતુ હવે ડ્રિલિંગ ભૂતકાળ બની જશે. વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે તેમણે એવી સામગ્રી શોધી લીધી છે જેનાથી સડેલા દાંતમાં સંપૂર્ણ દુખાવારહિત ફિલિંગ કરી શકાશે.
યુકેમાં લીડ્સ યુનિવર્સિટીના ડેન્ટલ ઈન્સ્ટિટ્યૂટની ટીમે ‘ફિલિંગ વિધાઉટ ડ્રિલિંગ’ પદ્ધતિ શોધી છે જેમાં ઈનેમલ પણ તેની મૂળ સ્થિતિમાં વિકાસ પામી શકે તેવી શક્યતા છે. દાંતનું ઈનેમલ પ્રોટીન કોષોની આસપાસ રચાય છે અને વિજ્ઞાનીઓએ એક પ્રવાહીમાં કુદરતી પ્રોટીન પુન: ઉત્પાદિત કરવામાં સફળતા મેળવી છે જેને દાંતની ઉપર લગાવી શકાય તેમ છે.
ઈનેમલમાં સૂક્ષ્મ છિદ્રો થાય અને તેમાંથી જીવાણું અંદર જાય એટલે દાંત સડવા લાગે છે, પરંતુ દાંત ઉપર પ્રોટીનનું સ્તર લગાવવામાં આવે તો તે તત્કાળ આ છિદ્રોમાં ભરાઈ જાય અને દાંત સડતા અટકી જાય. સંશોધકોનો દાવો છે કે આ પ્રક્રિયા બાદ ઈનેમલનું લેવલ થોડ અઠવાડિયામાં જ બંધાઈ જાય છે. આ પ્રયોગના પરિણામોની સમીક્ષા થઈ છે અને જણાયું છે કે આ પદાર્થ લગાવ્યાના એક મહિનામાં જ દાંતનો સડો અટકી જાય છે અને દર્દીને રાહત થાય છે.
આ સંશોધન ટીમના પ્રોફેસર પૌલ બ્રન્ટોને જણાવ્યું કે, આમ સાચી વાત એ છે કે આ સંપૂર્ણ દુખાવારહિત સારવાર હશે અને મને લાગે છે કે હવે લોકોને ડર નહિ રહે અને વધુ દર્દીઓ સારવાર માટે ડેિન્ટસ્ટ પાસે જશે
No comments:
Post a Comment