Friday, 26 August 2011

જડતર ઈટાલિયન જ્વેલરીની માગ વધુ




આજે સોના-ચાંદીમાં કૂદકેને ભૂસકે ભાવ વધતા જાય છે. વિશ્વની ગોલ્ડ માર્કેટમાં સોનાનો ઉછાળો કદી ન જોયો હોય એટલો ઉછળી રહ્યો છે, ત્યારે ઈટાલિયન જડતરની ડિઝાઈનના દાગીનાનું ઘેલું આજની નારીને લાગ્યું છે.
પહેલાના વખતમાં લોકો સોનાનાં બિસ્કિટ કે લગડી સાચવીને ધન વધારવા માટે રાખતા. આજે એવું નથી રહ્યું. હવે લોકો સુવર્ણના દાગીના પોતાના માટે બનાવીને રાખે છે. જેથી આ દાગીનાનો બંને રીતે ઉપયોગ થઈ શકે. એક તો તે ઈન્વેસ્ટમેન્ટ માટે રખાય અને બીજો તેનો ઉપયોગ સારા પ્રસંગ ઉપર તેને ધારણ કરી શકાય.
આજના જ્વેલરીઓ પણ શાણા થઈ ગયા છે, એ ગ્રાહકોની માંગ પ્રમાણે ઘરેણાંની જૂની ડિઝાઈનમાં વર્તમાન ફેશનની ડિઝાઈનનો ટચ આપી જડાઉ અલંકારો બનાવવા લાગ્યા છે.
જડાઉ ઈટાલિયન આભૂષણોમાં શુદ્ધ સોનું ઉપરાંત  પોલર્કીગણાતા અનકટ હીરા અને અન્ય રંગીન રત્નોથી ઓપ અપાય છે. આ જડાઉ ઈટાલિયન અલંકારોને આ પ્રકારના દાગીના ઘડવા ફાવતા નથી.
સહુ પ્રથમ દાગીના ઘડતી વખતે માગ પ્રમાણેની ડિઝાઈન કાગળ ઉપર દોરવામાં આવે છે. ત્યાર બાદ સોનામાં તે પ્રમાણેનો ઘાટ ઉતારવામાં આવે છે. તેના ઉપર ખાસ કારીગરો દ્વારા મિનાકારી વર્ક કરવામાં આવે છે. જે સુવર્ણનું જ હોય છે. મીનાકારી કર્યા પછી તે આભૂષણની પાછળની બાજુએ કોતરીને તેમાં મીણ ભરવામાં આવે છે. જયારે આગળની સાઈડમાં પોલકી એટલે કટ હીરા અને કિંમતી રત્નો જડવામાં આવે છે. પોલકીની ચમક દેખાય તે માટે પહેલાં તેને ચાંદીની વાટકીમાં સેટ કરવામાં આવે છે. જોકે પાછળથી ચાંદીની વાટકીની આજુબાજુ સુવર્ણ જડવામાં આવે છે. આમ જડાઉ ઈટાલિયન જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. આ કામ જરા મહેનત માગી લે તેવું જરૂર છે. પરંતુ તેનું રિઝલ્ટ પણ સો ટકા શુદ્ધ સોના જેવું જ હોય છે.
ભારતીય સોનાનું ચલણ અત્યારે ૧૪ કેરેટથી લઈ ૨૨ કેરેટનું હોય છે, જ્યારે ઈટાલિયન જડતરનાં ૧૮ કેરેટ વપરાય છે.
આ ઈટાલિયન જડતરની ડિઝાઈન થયેલા આભૂષણો પહેલી નજરે ભારે દાગીના લાગે છે. જોકે એને ધારણ કર્યા પછી એકદમ હળવોફૂલ અનુભવાય છે.
આજે ઈટાલિયન જડતરનાં દાગીનામાં નેકલેસ, પેડન્ટ અને ઈયરિંગ્સનું ચલણ વધુ જોવા મળે છે. આ પ્રકારના દાગીના શુભ પ્રસંગો ઉપર પહેરવામાં વધુ આનંદ મળે છે. કેગ્યુઅલ તરીકે આ દાગીના પહેરવા હિતાવહ નથી.
સુવર્ણ કે ચાંદીના દાગીના અત્યારે લોકો સાચવણી તરીકે અને ભવિષ્યના ધન તરીકે તેનો ઉપયોગ વધુ કરે છે,  જ્યારે ઈટાલિયન જડતરના દાગીના ખાસ પહેરવા માટે મહિલાઓ તેનું નિર્માણ કરાવે છે. ઈટાલિયન જડતર દાગીનાની મીનાકારી માટે ત્યાંના કારીગરો કરતા આપણા કારીગરો વધુ કુશળ અને મહેનતું હોય છે.
આ અલંકારોની ખૂબી એ હોય છે કે એ પહેલી નજરે તમને શ્રીમંત દેખાડે છે.

No comments:

Post a Comment