Friday, 26 August 2011

માત્ર 15 મિનિટનો વ્યાયામ અને આયુષ્યમાં સીધા 3 વર્ષનો ઉમેરો!




જો તમે દરરોજ વ્યાયામ પાછળ માત્ર 15 મિનિટ પણ ખર્ચો છો તો તમારું આયુષ્ય 3 વર્ષ વધી શકે છે. શરૂઆતના વ્યાયામથી જ્યાં મૃત્યુદરમાં 14 ટકાનો ઘટાડો નોંધાઇ શકે છે, ત્યાં જ 15 મિનિટ વધારાના વ્યાયામથી મૃત્યુ દરમાં વધારાના ચાર ટકાનો ઘટાડો લાવી શકાય છે.

સૂત્રો અનુસાર આ ક્રમમાં વ્યાયામનો સમયગાળો જો વધારેમાં વધારે 100 મિનિટ(દરરોજ 100 મિનિટ વ્યાયામ) કરી શકાય તો મૃત્યુની સંભાવનામાં આ જ ગુણોત્તરમાં ઘટાડો નોંધી શકાય છે. જો કે આ સમયગાળાને 100 મિનિટથી વધુ કરવામાં આવે તો કોઇ વધારાનો લાભ નથી થતો.

તાઇવાનમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય શોધ સંસ્થાનના પ્રમુખ સંશોધક ચિ-પાંગે કહ્યું કે દરરોજ 15 મિનિટ સામાન્ય વ્યાયામ કરનારા લોકોનું સ્વાસ્થ્ય નિષ્ક્રિય લોકો કરતા વધુ સારું હોવાનું જોઇ શકાયું છે. આ સંશોધન અનુસાર સામાન્ય વ્યાયામ કેન્સર સામે પણ રક્ષણ આપે છે. નિષ્ક્રિય લોકોમાં કેન્સરથી મરવાની પ્રવૃત્તિ સાધારણ વ્યાયામ કરનારા લોકોની તુલનામાં 11 ટકા વધુ જોઇ શકાઇ છે.

આ સંશોધનમાં 1996થી 2008 સુધી 20 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ચાર લાખ લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી. શોધમાં જાણી શકાયું કે પહેલા 15 મિનિટના વ્યાયામ બાદ પ્રત્યેક વધારાની 15 મિનિટના વ્યાયામથી કેન્સરથી મૃત્યુ પામવાની પ્રવૃત્તિમાં એક ટકાનો ઘટાડો થાય છે.

No comments:

Post a Comment