Friday, 26 August 2011

લગ્ન બાદ મહિલાઓ સ્થૂળ થઇ જાય છે!




જો તમે વિચારતા હોવ કે લગ્ન બાદ આપનું વજન વધી ગયું છે તો તમે સાચા હોઇ શકો છો. એક નવા સંશોધનમાં જણાવા મળ્યું છે કે લગ્ન અને છૂટાછેડા તમારા શરીરનું કદ વધારી દે છે.

ન્યૂઝ પેપર 'ડેલી એક્સપ્રેસ' અનુસાર મહિલાઓમાં જ્યાં લગ્ન બાદ વજન વધી જાય છે ત્યાં પુરુષોમાં લગ્નજીવન તૂટ્યા બાદ વજન ઘટવાની સંભાવના હોય રહે છે.

ત્રીસ વર્ષ ઉપરની ઉંમર ધરાવતા લોકોમાં લગ્ન કે છૂટાછેડા બાદ વજન વધવાની સંભાવના વધુ હોય છે.

આ વિષયના સંશોધક દમિત્રી ટ્યુમિન કહે છે, "પુરુષોમાં છૂટાછેડા બાદ અને મહિલાઓમાં લગ્ન બાદ વજન વધી જાય છે, જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે."

ઓહિયો યુનિવર્સિટીમાં પ્રોફેસર તેમજ સંશોધક દળના સભ્ય જેનકેઓ ક્વેનનું કહેવું છે, "લગ્ન કરેલી મહિલાઓની ઘરોમાં બહુ મોટી ભૂમિકા હોય છે, તેઓ પુરુષોની સરખામણીએ વધુ વ્યસ્ત રહે છે અને વ્યાયામ માટે ઓછો સમય કાઢી શકે છે અને અવિવાહિત મહિલાઓની સરખામણીમાં શારીરિક રૂપે તે ઓછી ચુસ્ત હોય છે."

તેમણે કહ્યું, "તો બીજી તરફ પુરુષોને લગ્નથી સ્વાસ્થ્ય સંબંધી પાયદા થતા હોય છે, પણ એક વખત છૂટાછેડા થઇ ગયા બાદ આ બધું બેકાર બની જાય છે. છૂટાછેડા બાદ તેમનું વજન વધી શકે છે."

સંશોધકોએ 10,000 લોકો પર આ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે વજન વધવાથી ગર્ભાવસ્થા, ગરીબી, સામાજિક-આર્થિક સ્થિતિ તેમજ શિક્ષાનો પ્રભાવ પણ જોયો.

No comments:

Post a Comment