કેટલાક દર્દીઓ વજન ઉતારવાના ઝનુનથી પ્રયત્ન કરતા હોય છે. સતત ડાયેટીંગ સાથે ઔષધો પણ લેતા હોય છે. આથી વજન થોડું ઘટે છે પણ કેટલાક પ્રયોગ કરતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બી. પી. લો થાય, હિમોગ્લોબીન ઘટે, ચક્કર આવે, અંધારા આવે વગેરે લક્ષણો થવાથી વજન ઘટાડવાનો કાર્યક્રમ અધવચ્ચે પડતો મૂકવો પડે છે. કોઈને ચિકિત્સા કરાવવી પડી હોય એવા દાખલા પણ બન્યા છે. જરૂરી વજન ઘટે અને નવી વિકૃતિ પેદા થાય નહિ એ માટે આદર્શ આહારની ગોઠવણ કરવી જરૂરી છે. પાચન- મેટાબોલીઝમ સુધારવાની જરૂર હોય છે. મેદસ્વી માટે કાકડી અતિ ઉપયોગી સાબિત થઈ છે. વજન મેદ ઘટાડવા માટે ખીરાકાકડી અતિ ઉપયોગી છે. ખીરાકાકડી અન્ય પ્રકારની કાકડીને મળતા ગુણો ધરાવે છે પરંતુ મેદ ઘટાડવા અને મઘુપ્રમેહ કાબુમાં રાખવા માટે વિશેષ ઉપયોગી માલુમ પડેલ છે. વજન ઘટાડવા ખીરાકાકડી સુધારી સવાર સાંજ ૧૦૦થી ૨૦૦ ગ્રામ જમતા પહેલા બે કલાકે સારી રીતે ચાવીને ખાવી આહારમાં અનાજ ઓછું લેવું શાકભાજી અને સુપ જરૂરિયાત મુજબ લેવા. સાથે ગોક્ષરાદિ ગુગળ ૨ ગોળી ટુકડા કરી સવાર સાંજ લેવી. ત્રિફળા ટીકડી ૨થી ૪ ગરમ પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવી ખોરાક લેતાં હોઈએ એ પ્રમાણે શ્રમ કરવો. હાઇપોથા ઇરોઇડ જેવો રોગ હોય તો એની દવા સાથે શરુ રાખવી. મઘુપ્રમેહમાં ખીરા કાકડીથી શ્યુગર કાબુમાં આવે છે એટલું જ નહી પાચન અને કીડનીને પણ મજબૂત બનાવે છે. એક નાની ખીરાકાકડી અને કારેલાનો રસ સવારમાં પીવો અને મઘુપ્રમેહના ઔષધો ચાલુ રાખવા ધીમે ધીમે ઔષધો ઓછા થતા જશે
કાકડી લાંબી અને પાતળી હોય છે. ખીરાકાકડી થોડી જાડી ૪થી ૧૦ ઇંચ લાંબી અને જાડાઈ ૧થી ૧ાા ઇંચ હોય છે. રંગે સફેદ લીલી હોય છે. કાકડીનો વેલો હોય છે. કાકડીના પાન, મૂળ અને બીજ પણ ઔષધ તરીકે વપરાય છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં કાકડી બીજ પથરી માટે ખાસ વપરાય છે. આપણે ત્યાં પણ પથરી માટેના ઉકાળા અને મૂત્ર માર્ગના રોગોમાં બીજ વપરાય છ. કાકડી ખૂબ જ જાણીતું શાક છે કચુંબરમાં પણ વપરાય છે લોકોએ ઔષધીય ગુણો યાદ રાખી કાકડી વાપરવી જોઈએ ફક્ત ચીલાચાલુ ઉપયોગ બરાબર નથી.
આયુર્વેદ શાસ્ત્રમાં ખીરાની પ્રશંસા કરતા કહ્યું છે કે, કાચી ખીરા કાકડી (પાકીના ગુણ જુદા હોય છે.) મઘુર, શીતળ, હલકી, રૂચિકારક, તૃપ્તીકર, પુષ્ટિદાયક, મૂત્રલ અને વીર્યસ્તંભક છે. પિત્તપ્રકોપ, દાહ, ભ્રમ, મૂત્રાવરોધ, ઉનવા, પથરી, વમન, થાક, રક્તપિત્ત, રક્તવિકાર વગેરે રોગોને મટાડે છે.
આઘુનિક દ્રષ્ટિએ ખીરામાં આશરે ૯૬ ટકા જળ છે. અનેક ખનિજ દ્રવ્યો પણ છે પોટેશિયમ સોડિયમ, સલ્ફર સીલીકોન અને એન્ટી ઓક્સીડન્ટ તત્ત્વ ખીરામાં સારા પ્રમાણમાં છે. વિટામીન બી અને સી પુરતા પ્રમાણમાં છે. આ ખીરા કાકડીમાં ફેટ બિલકુલ નહી હોવાથી મેદસ્વી અને મઘુપ્રમેહીને બહુ માફક આવે છે. કેલેરી પણ ઓછી છે.
ખીરાના ઘરગથ્થુ ઉપયોગો ઃ(૧) ખીરાનો રસ ચહેરા પર લગાવવાથી કોમળ કાંતિવાન બને છે ડાઘ અને કરોળિયા મટ છે. (૨) કીડનીની પથરી માટે ૨૦૦ ગ્રામ ખીરાનો રસ દિવસમાં ત્રણ વખત લેવો. મૂત્ર વધારે થશે પથરી ધીમે ધીમે નીકળી જશે. (૩) ખીરા કાકડી નિયમિત ખાવાથી પ્રોસ્ટેટ વધતી અટકે છે. (૪) પથ્ય ખોરાક સાથે આશરે ૧૦૦ ગ્રામ કાકડી નિયમિત લેવાથી કોલેસ્ટેરોલ ઘટે છે, (૫) ખીરાનો રસ પીવાથી પેટનો દાહ, ગેસ, વમન, અજીર્ણ, અરૂચિ મટે છે. કમળામાં રાહત રહે છે, (૬) ખીરાનો રસ નિયમિત પીવાથી ગાઉટનો દુખાવો ઓછો થાય છે અને યુરિક એસિડ ઘટે છે કાકડીના શાક ઉપરાંત ઘણાં રોગોમાં વપરાય છે. ડો રાક્સવર્ગ કહે છે. કાકડીના શુષ્કબીજ તેમજ મૂત્રલ છે પથરી કાઢવા માટે અતિ ઉપયોગી છે. ડો. ચોપડાના મત મુજબ મૂત્રવર્ધક અને શાંતિદાયક છે.
શાક અને ઔષધ તરીકે ઉત્તમ માનેલાખીરાના અતિ ઉપયોગ સામે શાસ્ત્રે લાલબત્તી ધરી છે સર્વ પ્રકારની કાકડી વર્ષા અને શરદ ૠતુમાં અનુકૂળ આવતી નથી. અતિ ઉપયોગથી શરદી અને પાચનને લગતી તકલીફ થઈ શકે છે. આ ૠતુમાં કાકડી વાપરવી હોય તો મરી અજમો અને નિમકનો ઉપયોગ સાથે કરવો. કફ પ્રકૃતિવાળાને ઓછી માફક આવે છે એટલે મરી વગેરે સાથે વાપરવી ગ્રીષ્મ અને હેમંત ૠતુમાં કાકડી અત્યંત આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

No comments:
Post a Comment