Tuesday, 16 August 2011

બેઠો માર હશે કે ઘા કે સોજો, દરેકને આઉટ કરી દેશે આ નુસખો

ઘરનાં મસાલાં અને રસોઇનો રંગ વધારતી હળદર એ તેનાં અનેક ગુણો છે,ત્યારે તો આપણાં આયુર્વેદિક ગ્રંથોમાં રસોડાની રંગત વધારતી હળદરને 'ચમત્કારી ઔષધ' તરીકે ઓળખાય છે કેન્સરને રોકવામાં, દુષિત લોહીની સ્વચ્છ બનાવવામાં, ડિમેંશિયાથી છુટકારો, ગાંઠ, હાનિકારક બેક્ટેરિયા અને વાયરસને નષ્ટ કરવાં...આવાં ઘણાં અનોખા ગુણો સાથે હળદરમાં એક અનોખી વિશેષતા છે કે તે કોઇપણ જાતના બેઠા માર,પડવાં-વાગવા,મોચ,અંગ જકડાઇ જવામાં કે સોજાની તકલીફ રહેતી હોય તેમાં હળદર એ વિશેષ રીતે અસરકારક મનાય છે

પ્રયોગ – ચાર ચમચી સરસિયાનાં તેલમાં 1 ચમચી પીસેલી હળદરને ધીમી આંચ પર શેકી લો. તેમાં 4-5 લસણની કળી પણ નાખી દો જેનાથી જલ્દી લાભ થશે. થોડુ ઠંડુ થાય એટલે કે નવશેકુ થાય ત્યારે કોઇ સ્વચ્છ કોટનની સાથે તેલમાં આ પાકેલી હળદરને વાગેલી જગ્યા પર બાંધી દો. થોડા જ કલાકમાં આ બેઠા માર કે મુઢ મારમાં લાભ થશે અને સોજો પણ ધીરે ધીરે ઉતરશે.દુધની સાથે પ્રયોગ – બે-ત્રણ દિવસ સુધી સતત દુધમાં 1 ચમચી હળદરનો પાવડર નાખીને પીવાથી વાગેલા પર, દર્દ અને સોજામાં તાત્કાલિક રાહત મળે છે.

No comments:

Post a Comment