Tuesday, 16 August 2011

હવે કરોળિયાના જાળામાંથી બનશે કૃત્રિમ ત્વચા




કૃત્રિમ ત્વચાના નિર્માણનું રહસ્ય કરોળિયાના જાળામાં વપરાતા પદાર્થમાં છુપાયેલું હોઇ શકે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગનો શિકાર બનેલા અને અન્ય પ્રકારના દર્દીઓ માટે ત્વચાનું પ્રત્યારોપણ અત્યંત આવશ્યક છે. વૈજ્ઞાનિક એવા પદાર્થની શોધ કરી રહ્યા છે જેને માનવશરીર અપનાવી લે તથા જેનો ઉપયોગ ત્વચાના સ્થાને પ્રત્યારોપણમાં કરી શકાય.

લાઇવ સાયન્સના રિપોર્ટ અનુસાર શોધાયેલા પદાર્થોમાં અત્યારસુધી કોઇ પદાર્થ ત્વચાના પ્રત્યારોપણના કામ માટે ઉપયોગી સાબિત નથી થયો. પણ જર્મનીમાં સંશોધકોના દળે જાણ્યું છે કે કરોળિયો તેનું જાળું બનાવવા માટે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે આ પ્રકારના પ્રત્યારોપણ માટે મહત્વનો સાબિત થઇ શકે છે.    

મેડિકલ સ્કૂલ હનોવરમાં એન્જિનિયર એવા હન્ના વેન્ડ્ટે કહ્યું, "કરોળિયાના જાળાની અસાધારણ મજબૂતી અને લચીલાપણું સરળ જાળવણી તથા અનેક પ્રકારના પ્રત્યારોપણ માટે મહત્વપૂર્ણ કારક છે." સાથે જ તેમણે કહ્યું કે રેશમના કીડામાંથી મળનારા રેશમની જેમ ત્વચાએ આ તત્વ(કરોળિયાન જાળામાં વપરાતા પદાર્થ)ને નકારવાની પ્રતિક્રિયા ન આપી.

હાલ સંશોધકોના અનેક સમૂહો કરોળિયાની જાળમાંથી કૃત્રિમ ત્વચા બનાવવાની દિશામાં આગળ પ્રયોગ કરી રહ્યા છે.

No comments:

Post a Comment