Tuesday, 16 August 2011

20 મિનિટનો આ રસપ્રદ પ્રયોગ અને બીમારીને કહો બાય-બાય


આજની આ તણાવ અને ભાગદોડવાળી જિંદગીમાં લોકો સ્વસ્થ, સુંદર જીવનશૈલી જીવવાનું ભુલી રહ્યા છે. અમુક વાતો તો એવી છે કે જો તમે ખ્યાલ રાખશો તો જિંદગીને વધારે સારી રીતે જીવી શકશો અને માણી શકશો.
જિંદગીને માણવા માટે સૌથી અગત્યનું છે પોતાની જાતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવી,પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે સૌથી મહત્વની વાત એ છે કે આપણું સ્વાસ્થય આપણા જ હાથમાં છે.

જિંદગી ઇશ્વરે આપેલી અત્યંત અનુપમ ભેંટ છે. આ માટે અત્યંત જરૂરી છે કે આપણા પોતાના મન અને શરીર માટે અમુક સમય નીકાળીએ.

જો આપણે યુવાનીમાં આપણી જાતની દેખરેખ રાખીએ તો પાછલી ઉંમર દવાઓ અને ડૉક્ટરોના ભરોસે જીવન ગાળવી ના પડે.

અહીંયા અમે એક એવો રસપ્રદ અને 100 ટકા અસરકારક ઉપાય બતાવીએ છીએ કે જેને તમે જાણો છો છતાં પણ તેનો લાભ ઉઠાવી શકતા નથી.

દરેક રોગોની એક દવા છે મન મુકીને હસવું એટલે કે ખુલીને હસવું.દિવસની શરૂઆત 20 મિનિટ સુધી હસવાથી કરશો તો તમે ફ્રેશ અને ઊર્જાથી ભરપુર રહેશો.

હસવાથી તમારૂ સ્વાસ્થય તો સુધરે જ છે પણ એ સાથે આત્મવિશ્વાસ પણ વધે છે.હસવાથી આશ્ચર્યજનક રીતે ઘણી ગંભીર બીમારીઓનો સફાયો થાય છે.

હસવાથી આપણા શરીરના રોગપ્રતિકારક શક્તિ તો વધે છે એ સાથે મન પણ પ્રસન્ન રહે છે અને આપણે બેવડા મન અને સ્ફુર્તિથી કામ કરી શકીએ છીએ.

No comments:

Post a Comment