Friday, 19 August 2011

કેન્સરના સંશોધનમાં પરવાળાની મદદ

 
ઓસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટે જાહેર કરેલી આ તસવીરમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠાથી ૬૦૦ કિમી દૂર આવેલા લોર્ડ હોવે આઈલેન્ડ પાસેના દરિયામાં દિવસના પ્રકાશમાં તેજસ્વી રંગોવાળા ચમકતા પરવાળાઓનું એક જુથ જોઈ શકાય છે.

ઓસ્ટ્રેલિયન વિજ્ઞાનીઓએ હવે શોધી કાઢ્યું છે કે છીછરાં પાણીમાંના પરવાળા કેન્સરના સંશોધન માટે તેજસ્વી પ્રકાશ પૂરો પાડી શકે છે.

લાલ, લીલો, ભૂરો કે પીળા જેવા ચોક્કસ રંગદ્રવ્ય ઉત્પન્ન કરતા જનીનને તંદુરસ્ત અને કેન્સરગ્રસ્ત કોષોમાંના કણ સાથે જોડવામાં આવશે અને તેના લીધે વિજ્ઞાનીઓ વિશેષ ફલુરોસન્ટ-સેન્સિટીવ લેઝર માઈક્રોસ્કોપનો ઉપયોગ કરીને કોષની વૃદ્ધિ અને ફેરફાર પર નજર રાખી શકશે.

No comments:

Post a Comment