Friday, 19 August 2011

હેલ્થ ટિપ્સ


 
દાંત પીળા હોય તો મીઠું અને ખાવાનો સોડા ભેળવી ઘસવાથી પીળાશ દૂર થાય છે.

એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને થોડી સાકર મેળવીને પીવાથી પિત્ત મટે છે.

મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.

ફ્લુના તાવમાં ૩ ગ્લાસ પાણી સાથે ૧ લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઊતરે છે.

કોઇપણ જીવજંતુ કરડી ગયું હોય તો તે ભાગ ઉપર હળદરનાં ગાંગડાને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.

આખા શરીરે ખંજવાળ આવતી હોય તો સરસિયાની માલિશ કરીને થોડા નવશેકા પાણીથી સ્નાન કરવાથી રાહત થાય છે.

આદુંનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચનક્રિયા બળવાન બને છે.

No comments:

Post a Comment