Friday, 19 August 2011

બ્લડ ટેસ્ટથી ટીબીની ઓળખ


 
ટીબી એટલે કે ક્ષયનો રોગ હવે માત્ર લોહીની તપાસથી પણ ઓળખી પાડી શકાશે. આ રોગની ઓળખ માટે ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થશે. તેનાથી એ જાણવા મળશે કે, લોહીમાં રહેલો કયો વાહક આગળ જઇને રોગના લક્ષણ પેદા કરશે.

ટીબીનો રોગ શરીરમાં છે કે કેમ ? તેના વિશે હાલમાં બ્લડ ટેસ્ટ અથવા ચામડીની તપાસથી જાણી શકાય છે પરંતુ તેનાથી લક્ષણની જાણકારી મળતી નથી. આવી સ્થિતિમાં આગળ જઇને ટીબીનો રોગ થશે કે નહીં ? તેના વિશે જણાવવાનું અત્યંત મુશ્કેલ હોય છે. સંશોધકોની ટીમના વડા ડૉ. એની ઓ ગારાએ જણાવ્યું કે, જિનેટીક માર્કરની શોધથી ક્ષયનો રોગ વિશ્વભરમાં ફેલાતો અટકાવી શકાશે.

No comments:

Post a Comment