કિડની ફેલ્યોર એટલે કિડનીની કામ કરવાની ક્ષમતમાં ઘટાડો થવો તે. એક જ કિડની ફેઇલ થવાથી કોઇપણ શારીરિક તકલીફ પડતી નથી, પરંતુ જ્યારે બંને કિડનીની કામ કરવાની ક્ષમતા ઓછી થાય ત્યાર તે શરીરમાં તકલીફ આપે છે. જેને કિડની ફેલ્યોર કહેવાય છે.
કિડની ફેલ્યોર બે પ્રકારના છે:
‘ ફ્રોનિક કિડની ફેલ્યોર‘ એકયુટ કિડની ફેલ્યોર
ફ્રોનિક કિડની ફેલ્યોર : ધીમે ધીમે, મટાડી ના શકાય તેવો અને હંમેશાં આગળ વધતો કિડની ફેલ્યોરનો રોગ એટલે ક્રોનિક કિડની ફેલ્યોર.
એકયુટ કિડની ફેલ્યોર : આજે આપણે આ પ્રકારના કિડની ફેલ્યોરની વાત કરીશું. એકયુટ કિડની ફેલ્યોર એટલે કેટલાક રોગને કારણે કિડનીને ટૂંકા ગાળા માટે નુકસાન થાય છે અને તેની કામ કરવાની ક્ષમતા ઓછી થાય છે. આ કારણથી શરીરમાં કચરો, પાણી અને એસિડનું પ્રમાણ વધી જાય છે. આવા પ્રકારના રોગની સારવાર સમયસર કરવામાં આવે તો કિડની મૂળ સ્વરૂપે પાછી કામ કરતી થઇ જાય છે.
એકયુટ કિડની ફેલ્યોરનાં કારણો તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.પ્રી-રીનલ (Pre-renal) : કિડનીને લોહીનો પ્રવાહ ઓછો મળવાના કારણે તેની કાર્ય ક્ષમતામાં ઘટાડો થવો જેવા કે‘ ડિહાઇડ્રેશન (Dehydration) ‘ શરીરમાંથી લોહી વહી જવું.‘ હૃદયનો ભારે હુમલો
રીનલ (Renal) : કિડનીની પોતાની તકલીફ, કોઇ શારીરિક રોગ અથવા દવાઓને કારણે કિડનીના કોષો મૃત્યુ પામે તેને ‘રીનલ’ પ્રકારનું એકયુટ રીનલ ફેલ્યોર કહેવાય. જેવા કે ‘ ઝેરી મેલેરિયા (ફેલ્સીપેરમ)‘ સ્નાયુઓ અને રક્તકણના ડેમેજથી ‘ બ્લડ કેન્સર અથવા તેની દવાઓને કારણે.‘ લોહીમાં ચેપ ભળવાને કારણે ‘ સ્વાદુપિંડનો સોજો ‘ દુખાવાની દવાઓ ‘ ખાસ પ્રકારના કિડનીના સોજા ‘ સુવાવડમાં વધતું લોહીનું દબાણ ‘ એન્જિયોગ્રાફી વખતે વપરાતી દવાઓ
પોસ્ટ-રીનલ (Post-renal) : કેટલાક રોગને લીધે કિડનીમાંથી નીકળતી મૂત્રવાહિનીમાં બંને બાજુ અટકાવ થાય જેવા કે પથરીની બીમારી, કિડનીના માર્ગનો ટીબી કે ગભૉશયનું કેન્સર વગેરે.
એકયુટ કિડની ફેલ્યોરનાં ચિહ્નો :સંપૂર્ણપણે કામ કરતી કિડનીની કાર્યક્ષમતામાં એકાએક ઘટાડો થવાને કારણે તેનાં ચિહ્નો વધુ અને વહેલાં જોવા મળે છે.
કિડની ફેઇલ થતાં ઉદ્ભવતાં ચિહ્નો :પેશાબની માત્રા પ્રમાણ કરતાં ઓછી અથવા તો પ્રમાણ કરતાં વધુ થવી. શરીર ઉપર સોજા આવવા કે શ્વાસ ચઢવો. ઊલટી, ઊબકા કે હેડકી આવવી. નબળાઇ લાગવી, વધુ પડતું ઘેન ચઢવું. આંચકી આવવી. બ્લડપ્રેશર વધી જવું. જે કારણસર કિડની ફેઇલ થઇ હોય તેનાં પણ ચિહ્નો જોવા મળે છે જેવાં કે, ઝેરી મેલેરિયા, ઠંડી લાગી તાવ આવવો. સ્વાદુપિંડના સોજામાં પેટમાં ખૂબ દુખાવો થવો. સ્નાયુના ડેમેજથી શરીરના સ્નાયુ દુખવા વગેરે.
એકયુટ કિડની ફેલ્યોરનું નિદાન : મોટા ભાગે ચિહ્નો પરથી અથવા રિપોર્ટ કરાવવાથી કિડની ફેલ્યોરનું નિદાન થાય છે. દર્દીમાં સીરમ ક્રિયેટિનાઇન અથવા બ્લડ ચુરિયા નામની લોહીની તપાસ કરાવવી પડે. સોનોગ્રાફીની મદદથી પોસ્ટ રીનલ ફેલ્યોર પ્રકારનું કિડની ફેલ્યોરનું પણ નિદાન થઇ શકે છે. ઉપરાંત લેબોરેટરી રિપોર્ટથી એકયુટ કિડની ફેલ્યોરનું કારણ શોધી શકાય છે.
અટકાવવાના ઉપાયો : એકયુટ કિડની ફેલ્યોર થઇ જાય તે પછી કિડનીને પાછી કાર્યરત થતાં ૧ થી ૬ અઠવાડિયાં થાય છે. જો સમયસર પગલાં લેવામાં આવે તો કિડની બગડતી જ રોકી શકાય છે જેવાં કે,‘ ઝાડા-ઊલટીના કેસમાં વધુ પડતું પ્રવાહી આપી ડિહાઇડ્રેશન થતું રોકવું. તેનાથી કિડનીને લોહી મળતું રહે છે અને ફેલ્યોર રોકી શકાય છે.‘ ડોક્ટરની સલાહ વગર કોઇપણ ખાસ કરીને દુખાવા કે વાની દવાઓ લેવી જોઇએ નહીં.‘ જે દર્દીમાં એન્જિયોગ્રાફી કે તેવું કોન્ટ્રાસ્ટ સ્ટડી થતું હોય તેવા દર્દીઓને ઓછામાં ઓછું અને નોનઆયોનિક પ્રકારનું કોન્ટ્રાસ્ટ વાપરવું, જેથી કરીને કિડની ફેલ્યોરના ચાન્સ ઘટી જાય. ‘ જો કોઇપણ રોગથી પીડાતા કોઇ વ્યક્તિને પેશાબની માત્રામાં ઘટાડો થાય તો તરત જ તેમના ડોક્ટરનું ધ્યાન દોરવું જોઇએ.એકયુટ કિડની ફેલ્યોરની સારવાર દર્દીઓને જો સમયસર સારવાર મળે તો તેમની કિડની મૂળ અવસ્થામાં કામ કરતી થઇ જાય છે અને સારવાર ન મળે તો જીવલેણ થઇ શકે છે.
ખોરાકમાં લેવામાં આવતી તકેદારી :
‘ દરરોજ પેશાબની માત્રાને ધ્યાનમાં લઇને પ્રવાહીની માત્રામાં ઘટાડો કે વધારો કરવો તે મુખ્ય ઇલાજ છે. ‘ જે દર્દીને સોજા આવે, શ્વાસ ચઢે કે બ્લડપ્રેશર વધતું હોય તેવા દર્દીએ મીઠું ઓછું લેવું જોઇએ.‘ ફળ, નારિયેળ પાણી જે પદાર્થોમાં પોટેશિયમ વધુ આવતું હોય તેવા પદાર્થો ન લેવા. દવાઓથી થતો ઉપચાર જો દર્દીને વધુ સોજા આવતા હોય તો દવાઓનો ઉપયોગ કરી શકાય. તે ઉપરાંત ઇન્ફેકશન લાગે તો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરી શકાય. દર્દીને કિડનીના સોજાની તકલીફ હોય તો કિડનીની બાયોપ્સી દ્વરા નિદાન કરીને ઇન્જેકશન આપવામાં આવે છે.
ડાયાલિસિસ : બે પ્રકારના ડાયાલિસિસ હોય છે.‘ હિમો ડાયાલિસિસ ‘પેટિટોનિયલ ડાયાલિસિ એક વખત ડાયાલિસિસ કરવાનું ચાલુ કર્યું એટલે જીવનભર કરવાની જરૂર પડે છે તે વાત એકયુટ કિડની ફેલ્યોરના દર્દી માટે તદ્દન ખોટી છે તેથી આવા પ્રકારના દર્દી અથવા એમના સગાંઓએ ખોટી માન્યતા મનમાં ન રાખી જોઇએ.
No comments:
Post a Comment