Tuesday, 16 August 2011

ગર્ભવતી મહિલાના બ્લડ ટેસ્ટથી જાણી શકાશે શિશુનું લિંગ




પ્રેગ્નન્ટ મહિલાના બ્લડના ડીએનએ ટેસ્ટ દ્વારા હવે એ જાણી શકાશે કે તેના ગર્ભમાં રહેલું બાળક પુત્ર છે કે પુત્રી. અમેરિકામાં હાલમાં જ થયેલી એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલાના લોહીના ડીએનએ ટેસ્ટથી બાળકનું લિંગ જાણી શકાય છે, ઉપરાંત આ ટેસ્ટથી ભ્રુણને કોઇ જ નુકસાન નહીં પહોંચે. જો કે આ ટેસ્ટથી લિંગ વિશે જાણકારી મેળવવા માટે ગર્ભાવસ્થાના ઓછામાં ઓછા સાત અઠવાડિયા બાદ જ જાણી શકાય છે.

સ્ટડી રિઝલ્ટ્સ 'અમેરિકન મેડિકલ એશોશિયેશન'ની મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. જે મુજબ બાળકના લિંગ વિશે જાણકારી મેળવવા મહિલાના બ્લડની કોશિકા મુક્ત ભ્રુણના ડીએનએ ટેસ્ટ, યુરિન ટેસ્ટ અથવા સોનોગ્રામની તુલનામાં ઘણા જ સટીક અને ગર્ભવતી મહિલાના ગર્ભાશયની તપાસ કરતા વધારે સુરક્ષિત છે. ગર્ભસ્થ શિશુના અલ્ટ્રાસાઉન્ડ પણ 11થી 14 અઠવાડિયા બાદ જ કરી શકાય છે. જો કે બ્લડના ડીએનએ ટેસ્ટની મદદથી સાત અઠવાડિયાના ગર્ભસ્થ શિશુના લિંગ વિશે જાણકારી મેળવી શકાય છે. આ ડીએનએ ટેસ્ટ ગર્ભવતી મહિલાના ગર્ભની તપાસ કરતા વધારે સુરક્ષિત છે. ગર્ભાશય તપાસમાં ભ્રુણની આસપાસ થેલી જેવો તરલ પદાર્થ લેવામાં આવે છે જેમાં ક્યારેક ગર્ભપાતની આશંકા રહેલી હોય છે.

આ સ્ટડીમાં પહેલાના 57 કેસોની સમીક્ષા કરવામાં આવી હતી અને તેની સફળતાનો દર 95થી 99 ટકા સુધી હતો. અધ્યયનમાં શામેલ 3524 મહિલાઓના ગર્ભમાં બાળકો પુરૂષ હતા જ્યારે 3017 મહિલાઓના ગર્ભમાં સ્ત્રી ભ્રુણ હતા.

No comments:

Post a Comment