ચામડીનું કેન્સર અટકાવતી દવા ટૂંક સમયમાં શોધાઈ જશે તેમ જણાવતાં વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે તેમણે એક એવી દવા વિકસાવી છે કે જે સૂર્યના સીધા તાપની ચામડી પર થતી વિપરીત અસર અટકાવી ચામડીનું કેન્સર રોકી શકે છે.
અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીનાં નેતૃત્વ હેઠળની સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટુકડીને તેનાં રિસર્ચથી માલૂમ પડયું હતું કે પ્રાણીઓ સૂર્યનાં હાનિકારક કિરણોથી કઈ રીતે રક્ષણ મેળવે છે. આ ક્રાંતિકારી ખોજ હવે સૂર્યના સીધા તાપની ચામડી પર થતી અસર (સનબર્ન) રોકતી દવાનાં સર્જન માટેનો અને ચામડીનાં કેન્સર સામે રક્ષણનો માર્ગ મોકળો કરશે તેમ બ્રિટનના અગ્રણી અખબાર 'ડેઇલી એક્સપ્રેસ'ના એક અહેવાલમાં જણાવાયું હતું.
નોંધનીય છે કે અસહ્ય ગરમીની અસરોથી કઈ રીતે બચી શકાય તે જાણવામાં સંશોધકોને ૧૦ વર્ષના રિસર્ચ બાદ સફળતા મળી છે. મનુષ્યો જ્યારે સનબર્નનો શિકાર બને છે ત્યારે મોટાભાગે આપણી ચામડીના કોષો આપમેળે રિપેર થઈ જતાં હોય છે પરંતુ જો ડીએનએને નુકસાન થાય તો કોષો નાશ પામે છે અને નાશ પામેલા આ કોષોના ભાગમાં સમય જતાં સ્કિન કેન્સર થાય છે.
નિષ્ણાતો લાંબા સમયથી જાણતા હતા કે જીવજંતુઓ, માછલીઓ અને સસ્તન પ્રાણીઓમાં જોવા મળતા અને સનબર્ન સામે ડીએનએને રક્ષણ આપતા એક મહત્ત્વપૂર્ણ એન્ઝાઇમ (પાચક રસ)નો મનુષ્યોમાં અભાવ છત્, છેવટે તેમણે 'ફોટોલાઇઝ' નામનો આ એન્ઝાઇમ ડીએનએને સનબર્નથી કઈ રીતે રક્ષણ આપે છે તેની પૂરી પ્રક્રિયા જાણી લીધી હતી અને તે જરૃરિયાતો સંતોષતી હોય તે પ્રકારની દવા વિકસાવી હતી.
No comments:
Post a Comment