વિટામિન યાદશક્તિને વધારવામાં ઉપયોગી છે કે કેમ તેને લઈને ઘણા અભ્યાસ કરવામાં આવી ચૂક્યા છે પરંતુ ફ્રાંસમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ વિટામિન યાદશક્તિને વધારવામાં ચોક્કસપણે ખૂબ જ ઉપયોગી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, પુખ્તવયના જે લોકો છેલ્લા ઘણા સમયથી વિટામિન અને ખનીજ તત્ત્વોનો ખોરાકમાં ઉપયોગ કરી રહ્યા છે તે લોકોની યાદશક્તિ આવા ઘટક તત્ત્વોનો ઉપયોગ ન કરનાર લોકો કરતાં વધારે રહી છે.
- વિટામિન-ખનીજ તત્ત્વો લેવાથી યાદશક્તિ વધે છે
ફ્રાંસમાં કરવામાં આવેલા અભ્યાસમાં મોટી સંખ્યામાં લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ૪૫થી ૬૦ વર્ષની વયના લોકોની ખોરાકની પધ્ધતિને તેમાં સમાવી લેવામાં આવી હતી . અભ્યાસમાં જે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા તેમાં બે ગ્રૂપ પાડવામાં આવ્યાં હતાં, જેમાં અડધા લોકોને વિટામિન સી, ઈ, સિલેનિયમ, ઝીંક અને બિટા કેરોટિન જેવાં પોષક તત્ત્વોનો ઉપયોગ કરનાર લોકોને રાખવામાં આવ્યા હતા. અન્ય ગ્રૂપમાં ન્યુટ્રિશન મુક્ત લોકોને આવરી લેવામાં આવ્યા હતા. થોડાંક વર્ષ બાદ પરિણામ ખૂબ જ આશાસ્પદ દેખાયાં હતાં. છ વર્ષ બાદ બંને ગ્રૂપની વિગતવાર ચકાસણી કરવામાં આવતા વિટામીન અને ખનીજ તત્વો લેનારામાં યાદશક્તિ વધ્યાનાં નક્કર તારણો જાણવા મળ્યાં હતાં.
No comments:
Post a Comment