ભારતીયો વિશ્વની સૌથી વધુ હતાશ પ્રજા છે અને અંદાજે ૩૬ ટકા ભારતીયો હતાશાના લક્ષણોમાંની એક મેજર ડિપ્રેસિવ એપિસોડ (એમડીઇ) બીમારીથી પીડાય છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) દ્વારા આયોજિત એક સર્વેક્ષણમાં જણાવાયું હતું. અભ્યાસમાં જણાયું હતું કે નેધરલેન્ડ, ફ્રાન્સ જેવા સમૃદ્ધ રાષ્ટ્રો કરતાં ગરીબ રાષ્ટ્રોમાં રહેતા લોકો વધુ પ્રમાણમાં સુખી છે.
નેધરલેન્ડ ૩૩.૬ ટકા એમડીઇના કેસો સાથે બીજા ક્રમે હતું જ્યારે ફ્રાન્સ અને અમેરિકા અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને હતા. ફ્રાન્સમાં એમડીઇના ૩૨.૩ ટકા જ્યારે અમેરિકામાં ૩૦.૯ ટકા કેસો નોંધાયા હતા.
ભારતમાં અંદાજે ૯ ટકા લોકો આજીવન હતાશાથી પિડાયેલા રહે છે અને ૩૬ ટકા લોકો એમડીઇથી પીડાય છે. ભારતમાં હતાશાની સરેરાશ વય ૩૧.૯ વર્ષ છે જ્યારે ચીનમાં આ વય ૧૮.૮ અને અમેરિકામાં ૨૨.૭ વર્ષ છે. બીએમસી મેડિકલ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ વિવિધ દેશોમાં ૮૯,૦૦૦થી વધુ લોકોની મુલાકાત પર આધારિત છે.
અભ્યાસમાં જણાવ્યા મુજબ વધુ આવક ધરાવતા દેશોમાં પ્રત્યેક સાત વ્યક્તિએ એક વ્યક્તિ આજીવન હતાશાથી પીડાયેલો રહે છે જ્યારે મધ્યમ આવક અને ઓછી આવક ધરાવતા દેશોમાં આ પ્રમાણ પ્રત્યેક નવ વ્યક્તિએ એક વ્યક્તિ છે. મેજર ડિપ્રેસિવ એપીસોડમાં ચિંતા, ઉત્સાહ અથવા ઉમંગનો અભાવ, ગુનાઇતપણાની લાગણી અથવા ઓછો આત્મ વિશ્વાસ, ઓછી ઊર્જા, બેધ્યાનપણું, હતાશા અને અપૂરતી ઊંઘ, અનિંદ્રા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં ૧૨ કરોડ લોકો હતાશાનો ભોગ બન્યા છે. તે વ્યક્તિની કામ કરવાની ક્ષમતામાં અવરોધ ઊભા કરે છે. આ બીમારીથી પીડિત વ્યક્તિ માટે સંબંધો બનાવવા મુશ્કેલ બને છે અને તેના જીવનની ગુણવત્તા પણ કથળે છે. ગંભીર કેસોમાં આ બીમારીથી પીડાતી વ્યક્તિઓ આત્મહત્યા કરે છે. હૂના અહેવાલ મુજબ સમગ્ર વિશ્વમાં હતાશા ચોથા ક્રમની ગંભીર બીમારી છે અને વર્ષ ૨૦૨૦ સુધીમાં તે બીજા ક્રમે પહોંચી જશે. પુરુષો કરતાં મહિલાઓ પર આ બીમારીના હુમલાનું જોખમ બમણું હોય છે. તેઓ મૃત્યુ અથવા છૂટાછેડાના કારણે સાથીદાર ગુમાવવાથી હતાશ થઇ જાય છે. વર્ષે ૮,૫૦,૦૦૦ લોકો આ બીમારીના કારણે મૃત્યુ પામે છે. ૧૫થી ૪૪ વર્ષની વય ગ્રુપમાં વ્યક્તિગતો માટે લાઈફને ટૂંકાવી દેવામાં ડિપ્રેશર મોટી ભૂમિકા ભજવે છે. લાઈફ ટાઈમ એમડીઈ ધરાવનાર લોકોની ટકાવારી ઊંચી આવકવાળામાં લોકોમાં ૨૮.૧ ટકા છે. જ્યારે મીડલ ધરાવતા લોકોમાં ૧૯.૮ ટકા છે. ફ્રાંસમાં લાઈફટાઈમ ડિપ્રેશરનો રેટ ૨૧ ટકા છે, જ્યારે અમેરિકામાં ૧૯.૨ ટકા છે.
હતાશાનું ચિત્ર
| દેશ | ડિપ્રેશન | એમડીઈ |
| ભારત | ૯ ટકા | ૩૬ ટકા |
| ફ્રાંસ | ૨૧ ટકા | ૩૨.૩ ટકા |
| અમેરિકા | ૧૯.૨ ટકા | ૩૦.૯ ટકા |
| ચીન | ૬.૫ ટકા | ૧૨ ટકા |
| જર્મની | ૯.૯ ટકા | ૨૩ ટકા |
- સમૃદ્ધ રાષ્ટ્રો કરતાં ગરીબ રાષ્ટ્રોમાં રહેતા લોકો વધુ પ્રમાણમાં સુખી
- ભારતમાં ૩૬ ટકા લોકો મેજર ડિપ્રેશિવ એપિસોડ બીમારીથી પીડાય છે
No comments:
Post a Comment