વન્ડરતમે તમારો ડાયાબિટિસ કેવી રીતે ચેક કરો છો? કોઈ લેબોરેટરીમાં રેગ્યુલર વિઝિટ લઈને રિપોર્ટ કઢાવો છો કે પછી ઘરમાં જ ડાયાબિટિસ મશીનથી પત્નીશ્રી પાસે ચેક કરાવી લો છો? ડાયાબિટિસના પેશન્ટ માટે નિયમિતપણે બ્લડસુગર માપવું ફરજિયાત છે. બહાર ચેકઅપ અને રિપોર્ટ માટે દર વખતે પૈસા ચૂકવવા પડતા હોય છે. પણ તમે હવે આઈફોનની મદદથી પણ તમારું ડાયાબિટિસ માપી શકશો! હવે માર્કેટમાં એવા આઇફોન ઉપલબ્ધ છે, જે તમે ઇચ્છો ત્યારે તમારું ડાયાબિટિસનું માપ કાઢવા હાથવગું સાધન બની શકે છે. આવો આઈફોન તમને લેબોરેટરીના ધક્કામાંથી પણ રાહત આપી શકે છે. આ આઇફોનમાં તમારા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું છે, એ માપી શકો એવી એક ચિપ ફિક્સ કરવામાં આવી છે. આ ચિપને કારણે જ આઇફોનને તમારા કાંડાને અડાડતાં જ તે તમારામાં રહેલું ગ્લુકોઝનું પ્રમાણ અને ડાયાબિટિસ માપી આપે છે. બીજી રીત એ છે કે આઇફોનમાં ફિટ કરેલા કેમેરા સાથે પણ ચિપનું કનેક્શન છે એટલે તમારા બાવડાના મસલ પર આઇફોન રાખતાંની સાથે જ આ કેમેરા શરીરને સ્કેન કરી શકે છે. આ આઇફોનમાં નવ વોલ્ટની બેટરી છે એટલે હરતાં ફરતાં ક્યારેય પણ તમને તમારો ડાયાબિટિસ માપવો હોય તો માપી શકાશે. વિદેશમાં આવા ફોનનું ચલણ છે અને હવે ભારતમાં પણ આવા ફોન દેખા દેવા માંડયા છે.
No comments:
Post a Comment