ચહેરા પર બ્રાઉન ટપકાં છે
શ્રી રાજીકાબહેન,
મારા ચહેરા પર ખૂબ જ પ્રમાણમાં બ્રાઉન ટપકાં (Spot) છે તો મારે શું કરવું? -પ્રતિક્ષા
બહેનશ્રી,
અત્યારે દરરોજ કોઈને કોઈ કામ માટે જેમ કે ઑફિસે જવું, બાળકોને શાળાએ મૂકવા જવું, આવા કામ માટે તાપમાં બહાર નીકળવું પડતું હોય છે. તેના કારણે ત્વચા પર ફ્રેકલ્સ કે આવા ટપકાં ઉદ્ભવે છે. આ નાના બ્રાઉન ટપકાં મોટેભાગે ગૌરવર્ણી ત્વચા પર વધારે જોવા મળે છે. પણ એક સારી વાત એ છે કે ઉંમરની સાથે આ ટપકાંનું પ્રમાણ ઘટે છે. એ માટે સનસ્ક્રીન લગાવો. અને સન પ્રોટેકશન મેળવો. પછી બીજી કોઈ ખાસ ટ્રીટમેન્ટ જરૂરી બનતી નથી. સન ડેમેજને કારણે ચહેરા અને હાથની ત્વચા પર મધ્યમ તાપે મોટા અને સપાટ બ્રાઉન સ્પોટ ઉદ્ભવતા હોય છે. એ સામાન્ય રીતે એઈજ સ્પોટ્સ કે લીવર સ્પોટથી જાણીતા છે. ફરીથી જણાવું કે એ ગૌરવર્ણ ત્વચા પર જલદી થતાં હોય છે. પણ જેની ત્વચા જલદી ટેન થઈ જતી હોય તે કુદરતી રીતે ડાર્ક સ્કીન ધરાવતા હોય તેમને અવારનવાર થતાં હોય છે. આથી ત્વચા સંભાળ માટે હાઈ જીઁહ્લ ધરાવતા સનસ્ક્રીનનો ઉપયોગ એ સારો ઉપાય છે.
ઉંમર દેખાવા લાગી છે
શ્રી રાજીકાબહેન,
મારી એકદમ જ ઉંમર જ દેખાવા લાગી છે. તો મારે શું કરવું? - ચૌલા
બહેનશ્રી,
બહુ ઓછી એવી સ્ત્રીઓ છે કે જે પોતાની ઉંમર થતાં સુધી ત્વચાની સંભાળ લે અને ઉંમરે પ્રતિભાશાળી દેખાય. સુંદર ત્વચા માટેની સંભાળ એ લાંબા સમયની પ્રક્રિયા છે. એ કાંઈ જાદુઈ કે ચમત્કારિક વાત નથી જે એક રાતમાં થઈ જાય. નિયમિતતા એ સૌથી અગત્યનો મુદ્દો છે. એની સાથે બ્યૂટી રૂટીન ઊંઘ, કસરત, આહાર તથા પાણી પીવું એ બધી બાબતો જોડાયેલી છે. આહારની પદ્ધતિ પર ધ્યાન જરૂરી છે. કેમ કે શારીરિક ક્રિયાત્મક કાર્યવાહીમાં ઘટાડો થાય છે. પાચનક્રિયા મંદ પડે છે. આથી ભોજનનો એક સમય જળવાઈ રહે તે જરૂરી છે.
૪૦ વટાવ્યા બાદ તમારા ડોક્ટર પાસે જઈ, તેમની સલાહ મુજબ દવાઓ લેવી જરૂરી છે. કેમ કે એ સમયે શરીરમાં આયર્ન, બી-કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, વિટામિન ઈ જેવા પૂરક વિટામિનોની દૈનિક જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. સાથે સાથે દવા લેતા અગાઉ સંપૂર્ણ શારીરિક તપાસ પણ કરાવી લેવી જરૂરી છે. તેનાથી તમારી શારીરિક સ્થિતિનું યોગ્ય ચિત્ર તમારી સમક્ષ આવે એટલે એ મુજબ દવાઓ તેમજ સંભાળ લઈ શકાય. નિયમિત તપાસ જરૂરી છે. કેમ કે તે મુજબ તમારા ડોક્ટર તમને પૌષ્ટિક અને યોગ્ય આહાર પદ્ધતિ સૂચવી શકે વિપુલ પ્રમાણમાં જ્યૂસિસ, છાશ, સૂપ પીવાના રાખવા. કેમકે તેમાં ચરબીનું તત્ત્વ હોતું નથી. ૫૦ વર્ષ વટાવ્યા બાદ તમારે તમારી ત્વચાને સારી રીતે મોઈશ્ચરાઈઝડ રાખવી. સ્નાન બાદ બોડી લોશન અવશ્ય લગાવવું. એનાથી ત્વચાનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાશે. ખંજવાળમાંથી રાહત મળશે. નહાવા માટે ક્યારેય વધારે પડતાં સાબુનો ઉપયોગ કરવો નહીં. એ ત્વચાને વધુ ડ્રાય કરશે. ગ્લિસરીન યુક્ત ક્રીમી સાબુ વાપરી શકાય. આ ઉપરાંત તમે તમારા ગાયનેકોલોજિસ્ટને પૂછીને ઇવનીંગ પ્રીમરોઝ ઑઈલ કેપ્સ્યૂલ અને એન્ટી ઓક્સિડન્ટ્સ લઈ શકો છો. જે તમને સારી રીતે મદદરૂપ થઈ શકશે.
એક પ્રશ્ન ત્વચા માટે
શ્રી રાજીકાબહેન,
શું હું આખા વર્ષ દરમિયાન બોડી મસાજ, સ્પા, અને ફેસિયલ લઈ શકું? -મુનિરા
બહેનશ્રી,
બોડી મસાજ તમે આખા વર્ષ દરમિયાન કરી શકો છો. તેનાથી ત્વચાનું મોઈશ્ચર જળવાઈ શકે છે. મસાજ તમને તનાવરહિત બનવામાં મદદરૂપ થઈ શકે છે. આ સમયે ત્વચા અને વાળ શુષ્ક થતાં હોય છે. એને મોઈશ્ચરાઈઝડ રાખવાની તાતી જરૂર પડતી હોય છે. તમે તમારા વાળમાં નિયમિત રીતે તેલ નાખવાનું રાખો, જેથી શેમ્પૂ કરવાથી તમારા માથાની ત્વચાનું પોતાનું તેલ પણ ગુમાવી ના દેવાય. ચહેરાની ત્વચાની મુલાયમતા જાળવી રાખવા દરરોજ વહેલી સવારે કાચું દૂધ લગાવવાનું રાખવું. હૂંફાળું મધ પણ એક સારું કુદરતી મોઈશ્ચરાઈઝ છે. ૪૦ વર્ષ બાદ ૨૫ દિવસે એકવાર ફેસિયલ કરાવવું. ખૂબ મહત્ત્વનું છે. આ બધી ઉપર દર્શાવેલ સંભાળ, તમારે ત્વચા અને શરીરને યોગ્ય રીતે જાળવી રાખવા માટે નિયમિત પણે લેવી જરૂરી છે.
No comments:
Post a Comment