Monday, 15 August 2011

મનથી તમે કેટલાં યુવાન છો...? તે જાણો




શું તમે મનથી યુવાન છો ? કે પછી અકાળે જ વૃદ્ધ થઈ ગયા છો ! જાણવા માટે નીચે આપેલી ક્વીઝ ભરો.
૧. તમારા સંતાનો પાર્ટી કરી રહ્યા છે. તમે
અ. તેમને જે કરવું હોય તે કરવા દો છો.
બ. તમારા રસોડામાં તમારી રીતે પાર્ટી યોજો છો.
ક. તેમના મિત્રો સાથે આખી રાત નાચો છો.
૨. તમે તમારા માટે નવાં વસ્ત્રો ખરીદવા જાઓ છો. તમે
અ. તમારા સંતાનો જેવા વસ્ત્રો પહેરે છે તેવા વસ્ત્રો (મોટી સાઈઝમાં) ખરીદો છો.
બ. તમારા સંતાનો ક્યારેય ના પહેરે તેવા વસ્ત્રો ખરીદો છો.
ક. તમને અત્યંત શોભે અને તમારા સંતાનો પણ પહેરવા લલચાય તેવા વસ્ત્રો ખરીદો છો.
૩. તમને કેવી કાર હંકારવી ગમે ?
અ. અત્યંત આરામદાયક સીડેન
બ. અનોખા દેખાવવાળી કાર.
ક. સુંદર,  સ્પોર્ટસ કાર
૪. તમારો સાથીદાર દૂર ફરવાનું આયોજન કરે છે તમે
અ. અન્ય કામથી બંધાયેલા હોવાથી આ પ્રસ્તાવનો અસ્વીકાર કરો છો.
બ. તમે ફેમિલી - હોલિડે યાદ કરાવીને જવાનું રદ કરાવો છો.
ક. તમે હોંશે હોંશે જવા તૈયાર થાઓ છો.
૫. મોડર્ન - આર્ટ વિષે તમારા વિચારો શું છે ?
અ. બધું બકવાસ છે.
બ. રસપ્રદ હોય છે.
ક. તમને તેમાં જ રસ છે.
૬. તમારી દીકરી પોપસ્ટારનો કાર્યક્રમ જોવાની જીદ કરે છે. તમે
અ. રાજી નથી છતાં તમે તેને લઈ જાઓ છો.
બ. તમારા આધુનિક વસ્ત્રો ધારણ કરીને જવા તૈયાર થઈ જાઓ છો.
ક. જવા તૈયાર નથી, પરંતુ તમે તેને સી.ડી. અપાવીને ખુશ કરો છો.
૭. તમે કમ્પ્યુટરનો કેટલો ઉપયોગ કરો છો ?
અ. બિલકુલ નહીં તમે વર્ડ - પ્રોસેસર વાપરવાનું પણ નથી જાણતા.
બ. તમારી પાસે બધા જ અદ્યતન ઉપકરણો છે.
૮. તમે ઘણાં સક્ષમ છો.
શરીરમાં સ્ફૂર્તિ વધારે તેવી કસરતો તમે કેટલી કરો છો ?
અ. સપ્તાહમાં ત્રણેક વાર કરું છું.
બ. સપ્તાહમાં એકાદવાર કરું છું.
ક. ક્યારેય નથી કરતી.
૯. તમારા બાળકો ટીવી પર સંગીતનો કાર્યક્રમ જોઈ રહ્યા છો તમે
અ. બાળકો સાથે સોફા પર બેસીને તેની મજા માણી રહ્યા છો.
બ. રસોડામાં તમારું કામ કરો છો.
ક. ચેનલ બદલવાની રાહ જુઓ છો.
૧૦. દીકરીના વિવાહ તૂટી જવાથી તે રડી રહી છે તમે
અ. તમે તેને બધું ભૂલીને નવેસરથી જીવન શરૂ કરવાની સલાહ આપો છો.
બ. તેની સાથે બેસીને તેનું દુઃખ ઓછું કરવા પ્રયત્ન કરો છો.
ક. સહાનુભૂતિ બતાવો છો, પરંતુ તેનું મન બીજે વાળવા પ્રયાસ કરો છો.
સ્કોર બોર્ડ
ઉત્તર ગુણાંક
ક્રમાંક



૧.


૧૦
૨.
૧૦


૩.


૧૦
૪.
૧૦


૫.


૧૦
૬.

૧૦

૭.

૧૦

૮.
૧૦


૯.
૧૦


૧૦.

૧૦

તમારો સ્કોર જાણો :
૭૦થી ૧૦૦ ગુણ :
તમે મનથી એટલાં નાના છો કે જાણે હજી શાળામાં ભણી રહ્યા છો ! તમે યુવાનો અથવા તમારા જેવા સ્વભાવના લોકો સાથે જ ખુશ રહો છો. આ વાત જાણીને તમે ખૂબ ખુશ થશો. પરંતુ થોડાં ચેતી પણ જાઓ. યુવાઓને વયસ્કોની અંગત પસંદ નથી હોતી. તેથી તેઓ તમારાથી કંટાળી જાવ એવું બની શકે છે. તમારે થોડીક પરિપક્વતા બતાવવાની જરૂર છે.
૪૦થી ૬૫ ગુણાંક :
તમારો સ્વભાવ બંને ઉંમરનું સુખદ સંયોજન ધરાવે છે. જ્યાં તમે યુવાઓનો સાથ માણી શકો છો અને તમારી પરિપક્વતાને પણ સાચવી શકો છો. તમે જીવનને સારી રીતે માણી શકો છો તેમ જ તમારું ગૌરવ પણ જાળવી શકો છો. આ સ્વભાવ જાળવી રાખજો.
૦થી ૩૫ ગુણાંક :
તમે તમારી ઉંમર કરતાં વધારે મોટાં છો. તમે ડોશીમાં ખપી જાઓ એમાં કોઈ નવાઈ નથી. થોડાં ઉત્સાહી બનો અને જીવનનો આનંદ લો. તમારામાંના બાળકને થોડો સક્રિય કરો.

No comments:

Post a Comment