કેટલીક ઘટનાઓ જીવનમાં એવી ઘટે છે કે જો તેને ભૂલવામાં ન આવે તો તે આપણને માનસિક રીતે વિખેરી નાખે છે, પાડે છે અને એક ઘટના બીજી ઘણી વિપરીત ઘટનાઓને જન્મ આપે છે. આથી જ અપ્રિય પ્રસંગોને તરત ભૂલી જાવ. તેને સતત યાદ રાખનારો કે ચિંતા કરનારો શોકમાં જ ડૂબે છે. પ્રિય અને સુખદ સ્થિતિઓ સદુપયોગને માટે હોય છે.
આપણા શુભ કર્મોને સ્મૃતિમાં એક જગ્યાએ સ્ટોકની માફક રાખવા જોઇએ અને તેનો ઉપયોગ ભવિષ્યને માટે કરવો જોઇએ. ચાર રીતે પોતાના શુભ કર્મોનો બીજાને માટે ઉપયોગ કરી શકાય. પોતાનાથી નાની ઉંમરના લોકો સાથે શુભ કર્મોને જોડો જેથી પ્રેમ વધશે, બીજું પોતાના મિત્ર, પતિ-પત્ની સાથે શુભ કર્મ જોડાય ત્યારે પણ પ્રેમનું રૂપ ધારણ કરે છે.
ત્રીજું પોતાનાથી મોટા એટલે કે માતા-પિતા, ગુરુ તથા વૃદ્ધો પ્રત્યે જોડાયેલાં શુભ કર્મો શ્રદ્ધાનું સ્વરૂપ લે છે અને જેવા આપણાં શુભ કર્મો ચોથા ચરણમાં પરમાત્મા સાથે જોડાય છે ત્યારે તેને ભક્તિ કહે છે. આથી જ અશુભ, અપ્રિય અને અયોગ્ય ઘટનાઓને ભૂલી જઇને શુભ પ્રસંગોને યાદ રાખો તેમજ તેનો આ ચાર ચરણોમાં સદુપયોગ કરો. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે
No comments:
Post a Comment