અડધા કરતા પણ વધુ માતા-પિતા સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટો સાથે એટલા માટે જોડાય છે જેથી તેઓ પોતાના બાળકોની જાસૂસી કરી શકે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે. ન્યૂઝપેપર 'ડેલી મેલ' અનુસાર બ્રિટનમાં લગભગ 55 ટકા માતા-પિતા પોતાના બાળકોની ફેસબુક પ્રોફાઇલમાં એટલા માટે ડોકાચિયા કરતા હોય છે જેથી તેઓ જાણી શકે કે તેમના સંતાનો શું કરી રહ્યાં છે.
આંકડા એકઠાં કરનારી એક કંપની બુલગાર્ડ ઇન્ટરનેટ સિક્યોરિટી દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં એ ખુલાસો થયો છે કે પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે તણાવ ન સર્જાય તે માટે સીધી રીતે તેમની પ્રોફાઇલ ચેક કરવાની જગ્યાએ આ પ્રકારનો માર્ગ અપનાવે છે.
લગભગ એક ચતુર્થાંશ માતા-પિતા એ વાતનો સ્વીકાર કરે છે કે તેમના બાળકોના જીવન પર નજર રાખવાનો આ એકમાત્ર માર્ગ છે.
No comments:
Post a Comment