વૈજ્ઞાનિકો હવે નવી પેઢી માટે એવા વાહનો બનાવવા પાછળ જોતરાઇ ગયાં છે જેને ગ્રીન વ્હીકલ કહી શકાય. વૈજ્ઞાનિકો કેળા અને અનાનસના ફાઇબરમાંથી ગાડીઓના પાર્ટ્સ બનાવી રહ્યાં છે. લાંબા સંશોધન બાદ વૈજ્ઞાનિકોએ જાણ્યું કે કેળા, અનાનસ અને અન્ય ફળોમાંથી નીકળતો એક ખાસ પ્રકારનો પદાર્થ નેનો-સેલ્યુલોઝ ગાડીઓના મોટર પાર્ટ્સને મજબૂત અને હલકા બનાવવામાં સક્ષમ છે.
બ્રાઝીલની સાઓ પોલો સ્ટેટ યુનિવર્સિટી કોલેજ ઓફ એગ્રિકલ્ચર સાયન્સના નિષ્ણાત એલસાઇડ્સ લીઓ કહે છે કે આ ફાઇબરમાં અભૂતપૂર્વ ક્ષમતા છે. તે હલકા હોવાની સાથે સાથે આજે ઉપયોગમાં લેવાતા મટિરિયલ કરતા 3-4ગણા મજબૂત પણ હોય છે. આ ફાઇબરમાંથી ડેશબોર્ડ, બંપર, સાઇડ પેનલ જેવા કાર પાર્ટ્સ બનાવી શકાય છે.
No comments:
Post a Comment