Friday, 19 August 2011

ટૂંક સમયમાં આવશે બુલેટપ્રૂફ માનવીય ચામડી

સુપરમેન અને મેન ઓન સ્ટીલ જેવી ફિલ્મોમાં બુલેટપ્રૂફ ચામડી જોવા મળતી હતી, પણ વિજ્ઞાનીઓએ હવે તે વિજ્ઞાનકથાને સાર્થક કરતાં બુલેટપ્રૂફ માનવ ચામડીની શોધ કર્યાનો દાવો કર્યો છે. વિજ્ઞાનીઓએ આ હેતુસર જૈવિક રીતે તૈયાર કરેલી બકરીઓનાં દૂધનો ઉપયોગ કર્યો છે. તે દૂધને તાણાનું સ્વરૂપ આપીને વણીને એવાં વસ્ત્રનું નિર્માણ થયું છે કે જે પોલાદ કરતાં પણ શક્તિશાળી છે.

આ વસ્ત્રનું આગળ જતાં માનવ ચામડી સાથે મિશ્રણ કરાતાં બંદૂકની ગોળીને પણ ઝીલી શકે તેવી માનવીય ચામડીનું સર્જન થઈ શકશે એવું વિજ્ઞાનીઓનું કહેવું છે. ડચ સંશોધક જલિલા એસાઇડીએ જણાવ્યું હતું કે ‘સ્પાઇડરસિલ્ક’ પ્રોજેક્ટને ૦.૨૨ કેલબિર લાંબી રાઇફલની બુલેટ આધારે ‘૨.૬જી ૩૨૯એમએસ’ નામ આપવામાં આવ્યું છે.

No comments:

Post a Comment