Friday, 19 August 2011

મગજમાં ‘નવી બારી’ મળી આવી!

માનવીના મગજમાં એક નવી બારી મળી હોવાનો દાવો વિજ્ઞાનીઓએ કર્યો છે. વિઝ્યુઅલ સિસ્ટમથી કરવામાં આવેલી આ નવી શોધને કારણે અનિદ્રા અને વાઈ જેવી બીમારીઓનો ઈલાજ મળવાની શક્યતા ઊભી થઈ છે. ડૉ. સામ સોલોમન તથા પ્રોફેરસ પોલ માર્ટિનના નેતૃત્વ હેઠળની ટીમે આ સંશોધન કર્યું છે.

તેમણે જોકે કહ્યું કે, અમે લેટરલ જેનિકયુલેટ ન્યુક્લિઅસ(એલજીએન)ના ત્રણ લેયર સક્રિય કરી રહ્યા હતા ત્યારે અમારા ધ્યાનમાં એ વાત આવી હતી કે બે લેયર તો માનવીય ક્રિયાઓ સાથે તાલમેલ સાધતા હતા, જ્યારે ત્રીજા લેયરની પ્રવૃત્તિ અત્યંત ગૂઢ હતી. પ્રોફેસર માર્ટિને કહ્યું કે, અમે સ્ટિમ્યુલેશન બંધ કર્યું ત્યારે ત્રણ પૈકી બે લેયર તો શાંત થઈ ગયા હતા, પરંતુ ત્રીજું લેયર એ જ ગતિએ અને એ જ રિધમથી સક્રિય રહ્યું હતું, જાણે સુષુપ્ત મગજ હલનચલન કરતું હોય.

No comments:

Post a Comment