Monday, 22 August 2011

સૂતા પહેલા પગ હલાવવા, સારી વાત નથી કહેવાતી !


બધા લોકોની અલગ-અલગ આદતો હોય છે. કેટલીક આદતો તો સારી હોય છે પરંતુ કેટલીક ખરાબ આદતો પણ હોય છે. સૂતા પહેલા અનેક લોકોને પગ હલાવાવની આદત હોય છે. તેને અશુભ માનવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે જે અશુભ આદતો હોય તેને છોડી દેવી જોઈએ. નહીંતર તેને લીધે ભવિષ્યમાં વધુ ખરાબ અસરો સહન કરવી પડી શકે છે. સૂતા પહેલા કે સૂતી વખતે પગ હલાવવા તે સારા લક્ષણ નથી માનવામાં આવતા. તેનો અર્થ છે કે તમે ચિંતિત છો. તમે તમારી જાત કરતા તમારા પરિવારજનો વિશે વિચારો છો. તેનાથી વ્યક્તિના નકારાત્મક વિચારોને શક્તિ મળે છે. સકારાત્મક વિચારો ઉપર ખરાબ પ્રભાવ પડે છે. એમ થવાથી પોતાના કાર્યોને સંબંધમાં વ્યક્તિને નિરાશ કરી શકે છે.

જે વ્યક્તિ વધુ ચિંતિત રહે છે આ પ્રકારની આદતોથી ઘેરાયેલ જોવા મળે છે. તેની સાથે મોટાભાગના લોકો તેમને ઘર-પરિવારની વધુ ચિંતા રહેતી હોય છે એટલા માટે તેઓ સૂતી વખતે પગ હલાવે છે.

No comments:

Post a Comment