Monday, 22 August 2011

લાંબી ઉંમરની ઈચ્છા હોય તો અજમાવો સૌથી આસાન ઉપાય


આપણા જીવનમાં શ્વાસનું ઘણું મહત્વ હોય છે. શ્વાસ શબ્દનો ઉપયોગ કોઈના મૃત્યુ થાય તેના અંતિમ શ્વાસ લેવાના રૂપમાં પણ કરવામાં આવે છે. આવા જ શ્વાસના રૂપમાં પ્રાણવાયુને વિષ્ણુપદામૃત કહીને સંબોધિત કરવામાં આવે છે. પ્રેમી તથા પ્રેમીકા માટે શ્વાસ સાથે શ્વાસ જોડાવાની વાત સંગીતકારોએ પોતાની રચનાઓમાં કરી છે. કોઈના શ્વાસ દુર્ઘટના વશ ઉખડી રહ્યા હોય તો મુખેથી શ્વાસ આપવાની પણ ઘણુ મહત્વ છે. એવા જ યોગમાં પ્રણાયામની ક્રિયાઓમાં પણ શ્વાસનં મોટું મહત્વ છે. શ્વાસ લેવા પૂરક, શ્વાસ છોડવું રેચક તથા શ્વાસ રોકવું કુંભકતા કહેવાય છે.

કહેવામાં આવે છે કે શ્વાસ ગણતરીની જ મળી છે અને લાંબી ઉંમરની ઈચ્છા રાખનારા પોતાના શ્વાસ ઉપર નિયંત્રણ રાખવાનો નિર્દેશ તથા આયુર્વેદના મનીષીઓએ પણ આવ્યો છે. એવું જોવા મળે છે કે લાંબુ જીવનાર પોતાની શ્વાસ ધીમી લે છે, આને આપણે પણ એવી રીતે સમજી શકીએ છીએ કે શ્વાસના રૂપમાં ઈશ્વરે આપણે એક બેંક બેલેન્સ આપ્યું છે. હવે આપણી ઉપર નિર્ભર કરે છે કે આપણે તેને કેટલુ ખર્ચ કરીએ. આમ તો મોટાભાગની બીમારીઓમાં શ્વાસની ગતિનું પોતાનું સ્થાન છે. પ્રાચીન યોગી, ઋષિ-મુનિ પોતાના શ્વાસ ઉપર નિયંત્રણ કરી લાંબી આયુ પ્રાપ્ત કરતા હતા, એટલા માટે શ્વાસને નિયંત્રણ કરવું તથા પ્રદુષણ મુક્તિ વાતાવરણમાં જીવનથી ચિરાયુ તથા સુખાયુ પ્રાપ્ત કરે છે.

No comments:

Post a Comment