Monday, 22 August 2011

મર્યા પછી કયા પાપની કંઈ સજા મળે છે?


કહેવાય છે કે પાપનું ફળ વ્યક્તિ આ જનમમાં દુઃખના રૂપમાં ભોગવે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં પાપ કર્મ કરે છે તે લોકો પ્રાયશ્ચિત ન કરે તો તેમને આ લોકમાં અથવા યમલોકમાં સજા ભોગવવી પડે છે. કેટલાક લોકો જેને પાપ માને છે, બીજા તેને ઉચિત કે યોગ્ય ઠેરવતા હોય છે.

જે વાત કોઈની માટે તેમનું કર્તવ્ય અને ધર્મ છે તે કોઈની માટે ઘોર પાપ કે નીચ કૃત્ય હોઈ શકે છે. પરંતુ શાસ્ત્રો પ્રમાણે જે કર્મોને પાપ માનવામાં આવે છે. તેમની સજા તેને પોતાના મૃત્યુ બાદ પ્રાપ્ત થાય છે. કયા પાપની કંઈ સજા મળે છે. તેનું વર્ણન ગરુણ પુરાણમાં કંઈક આ પ્રકારે આપ્યું છે.

ગરુડજી બોલ્યા, ભગવાન જીવોને તેમના કયા પાપની કંઈ સજા મળે છે તે કયા આગલા જનમ કયારૂપમાં લે છે તે બતાવો...

ભગવાન કહે છે ગરુડ ધ્યાનથી સાંભળો...

-બ્રહ્મહત્યા કરનાર ક્ષયરોગી.

-ગાયની હત્યા કરનાર કુબડા.

-કન્યાની હત્યા કરનાર કોઢી.

-સ્ત્રી ઉપર હાથ ઉઠાવનાર રોગી.

-પરસ્ત્રી ગમન કરનાર નપુંસક.

-ગુરુપત્ની સેવનથી ખરાબ શરીરવાળો.

-માંસ ખાનાર અને દારુ પીનારના દાંત કાળા અને અંગ લાલ હોય છે.

-બીજાને ન આપીને એકલા મીઠાઈ ખાનાર ગળાનો રોગી થાય.

-ઘમંડથી ગુરુનું અપમાન કરનાર મિગગી-(કંપારી છુટતા રોગ).

-જુઠી ગવાહી દેનાર ગૂંગો બને છે.

-ચોપડીની ચોરી કરનાર વ્યક્તિ જન્માન્ધ બને છે.

-જુઠુ બોલનાર બહેરો પેદા થાય છે.

-ઝેર આપનાર પાગલ હોઈ શકે છે.

-અન્ન ચોરી કરનાર ઉંદર બને છે.

-અત્તરની ચોરી કરનાર છછૂદર બને છે.

-ઝેર પીને મરનાર વ્યક્તિ કાળો સાંપ બને છે.

-કોઈની આજ્ઞા ન માનનાર વ્યક્તિ નિર્જન વનમાં હાથી બને છે.

-બ્રાહ્મણ ગાયત્રી જાપ નથી કરતા તેઓ બીજા જન્મમાં બગલા બને છે.

-પતિ ઉપર ખોટો આરોપ લગાવનાર જૂ બને છે.

-પરપુરુષની કામના ધરાવતી સ્ત્રી ચામાચિડિયી બને છે.

-મૃતકના અગિયારમામાં ભોજન કરનાર વ્યક્તિ કૂતરો બને છે.

-મિત્રની પત્નીનો મોહ રાખનાર ગધેડો બને છે.

No comments:

Post a Comment