Monday, 22 August 2011

કૃષ્ણની આ 6 વાતનો અપનાવો, પછી સફળતા તમારા કદમ ચૂમશે

દુનિયાદારી સાથે જોડાયેલ કામ, વેપાર-વ્યવસાય અને લગ્ન-વિવાહને સફળ બનાવવા માટે પ્લાનિંગની જરૂર પડે છે. તો પછી જિંદગીમાં કોઈ પ્લાનિંગ વગર કેવી રીતે જીવી શકાય. પણ મોટાભાગના લોકોની સાથે એવું બની રહ્યું છે કે જ્યાં જીવન અને તેના પ્રબંધનની વાતો આવો તો સૌથી પહેલા પૂર્ણાવતાર શ્રીકૃષ્ણનું નામ યાદ આવે છે.

શ્રીકૃષ્ણ પૂર્ણ કલાઓના અવતાર હતા. સોળ કલાઓ જેની વિકસેલી હોય, એવા અવતાર હતા શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ પોતે તો સફળ અને સાર્થક જીવન જીવ્યા જ સાથે સાથે પોતાના નજીકના લોકોને પણ સાર્થક બનાવવા, સુધારવા, નિખારવામાં સહયોગ આપ્યો. જીવન પૂરી રીતે ખીલી શકે અને મહેકી શકે તેની માટે શ્રીકૃષ્ણએ અનેક સૂત્ર આપ્યા.

દેવી કુંતી દ્વારા આપવામાં આવેલ શ્રેષ્ઠ સંસ્કારોને લીધે પાંડવોના જીવનની શરૂઆત સુધરી ગઈ હતી. પરંતુ જ્યારે પાંડવોએ શ્રીકૃષ્ણનો સાથે મળ્યો અને માર્ગદર્શન મળ્યું ત્યારે તેમના જીવનની દિશા અને દશા બંને બદલાઈ ગઈ. શ્રીકૃષ્ણ દ્વારા બતાવવામાં આવેલ અને સમજાવવામાં આવેલ જીવન પ્રંબંધનના સૂત્રને કારણે જુગારમાં હારેલા અને ભટકતા પાંડવોનો આત્મવિશ્વાસ પાછો અપાવ્યો હતો.

આવો જાણીએ એ સૂત્રો જે શ્રીકૃષ્ણએ બનાવ્યા અને બતાવ્યા છે. આ સૂત્રોને અપનાવી આપણે પણ અર્જુનની જેમ જ પોતાના જીવનને સાર્થક જ નહીં સફળતાની સર્વોચ્ચ શિખરો સુધી પહોંચાડી શકીએ છીએ....

જીવનને સંવારી દેતા 6 અદભૂત સૂત્રઃ-

1-સમર્પણઃ-

પહેલુ અને સૌથી મહત્વનું સૂત્ર જે જીવવને બનાવે, સવારે અને નિખારે છે. તે છે પોતાની કામ પ્રત્યેનું પૂરું સમર્પણ. સમર્પણ એવું કે જેમાં પાછળથી કોઈ પણ શંકા અને સંદેહ ન રહી જાય.

2-અવિચલનઃ-

-કામનું પરિણામ કે નતીજાઓને લઈને પણ કોઈ પ્રકારની બેચેની કે ઊતાવણ ન હોય. કોઈ પણ પ્રકારનું વિચલન સમસ્યા પેદા કરે છે. તેનાથી તમારી એકાગ્રતા તૂટી શકે છે અને ગતિને મંદ પાડી શકે છે.

3-સંઘર્ષઃ-

-જિંદગીમાં કઠિનાઈઓ, મુસીબતો, દુઃખો કે કડવાશ હોવી તે સામાન્ય બાબત છે. તે હકીકતને દરેક જણ જાણે છે. પરંતુ ખૂબ જ ઊંડાણમાં છૂપાયેલ સચ્ચાઈ એ છે કે જીવનમાં દુઃખોના રૂપમાં આવનાર સંઘર્ષ જ જીવનનું સૌંદર્ય છે. તમે દુનિયાની કોઈ પણ સુંદર અને સફળ જીવનને જોઈ લો અને તેમાંથી સંઘર્ષો અને દુઃખોને કાઢી દેવામાં આવે તો તેનું સૌંદર્ય અને સુગંધ સમાપ્ત થઈ જશે.

4-કેન્દ્રઃ-

-શ્રીકૃષ્ણએ પાંડવોનું જીવન સંવારવા અને સફળ બનાવવામાં શા માટે સહયોગ આપ્યો. શું એટલા માટે કે પાંડવો તેમના સગા હતા? સંબંધોમાં તો કંસ પણ ઓછો ન હતો. તેમ છતાં સગા મામાએ પોતાના હાથેથી જ મારી નાખ્યો હતો.
પાંડવોને સાથ આપવાનું કારણ એટલું જ હતું કે, પાંડવો ધર્મ, સત્ય અને નીતિના માર્ગે દરેક સુખ-દુઃખ સહન કરીને ચાલી રહ્યા હતા. તેમને કેન્દ્રમાં શ્રીકૃષ્ણ અને ધર્મના અંત સુધી ટકાવી રાખ્યા. આ જ તેમની જીતનું કારણ બન્યું.

5-ભાવુકતાઃ-

-ભાવનાઓ જીવનમાં રહે તો કોઈ ગમ નથી હોતો પણ સંતુલન અને સીમા સદૈવ ટકાવી રાખવી જોઈએ. ભાવનાઓમાં વહીને કર્તવ્યથી વિમુખ થઈ જવું કે નબળા પડી જવું ભાવનાઓના સંતુલનની ગડબડીનું પરિણામ છે. આવું થયું હતું અર્જુનની સાથે, જે ભાવનાઓને હૃદયમાં ઉતારી કે મહાનતા બતાવીને અર્જુન ધર્મયુદ્ધથી વિમુખ થઈ રહ્યો હતો, આ ભાવનાઓનું અસંતુલન જ હતું. ગીતાના માધ્યમથી શ્રીકૃષ્ણએ અર્જુનનું જીવન સંતુલિત કર્યું.

6-પરિણામની ચિંતાઃ-

-અચ્છાઈ, સચ્ચાઈ અને ભલાઈનો રસ્તો સામાન્ય રીતે કઠિન જ હોય છે. એટલા માટે એવા કામમાં માણસ પરિણામને લઈને હંમેશા આશંકિત અને ચિંતિત રહે છે. આ ચિંતા અને બેચેનીની ખરાબ અસર હોય છે કે વ્યક્તિનું ધ્યાન પોતાના કર્તવ્યથી ભટકવા લાગે છે. સાથે જ માણસની કાર્યક્ષમતા અને યોગ્યતા પણ પ્રભાવિત થઈ ઓછી થવા લાગે છે. એટલા માટે કર્મ કરો, પરિણામની ચિંતા પરમાત્મા ઉપર છોડી દો.

No comments:

Post a Comment