- શિયાળામાં વાળમાં તેલ નિયમિત નાખવું જરૂરી છે કારણ કે ત્વચાની જેમ વાળ પણ શુષ્ક અને નિસ્તેજ થઇ શકે છે.
- સતત તણાવ, અપૂરતી ઊંઘના કારણે પણ વાળ ખરવા લાગે છે. એટલે જ તણાવને દૂર રાખી પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
- બજારમાં મળતા ભેળસેળવાળા ખાદ્યપદાર્થો આપણા સ્વાસ્થ્ય અને સોંદર્ય બંને માટે નુકસાનકારક છે.
- આંબળા આપણી આંખ અને વાળ બંને માટે ફાયદાકારક છે. રાત્રે આંબળા, શિકાકાઇ અને અરીઠાના પાઉડરને પાણીમાં પલાળીને સવારે આ પાણીથી વાળ ધોવાથી વાળ ભરાવદાર અને કાળા થશે.
- ભીના વાળને ટુવાલથી જોરથી ઘસીને સાફ ન કરો. આનાથી વાળ વધારે તૂટે છે.
- ભીના વાળને પહેલાં મોટા દાંતિયાથી ઓળવા અને વાળમાંથી ગૂંચ નીકળી જાય પછી નાના દાંતાવાળા દાંતિયાથી ઓળવા. જેથી વધારે વાળ તૂટે નહીં.
- વાળની સુંદરતા વધારવા માટે સૌંદર્ય નિષ્ણાતો દેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે. જેમાં મધ, દહીં, મુલતાની માટીનો ઉપયોગ ફાયદાકારક હોય છે. વાળ ધોવા માટે દહીં અને લીંબુથી સારી કોઇ વસ્તુ નથી.
- જો તમારા વાળ તૈલી ન હોય તો વાળમાં દહીં લગાવીને થોડી વાર રહેવા દો. પછી પાણીથી ધોઇ નાખો.
- કંડિશનરના બદલે અડધી ડોલ પાણીમાં બે ચમચી મધ ઉમેરી તેનાથી વાળ ધૂઓ.
No comments:
Post a Comment